મગફળીમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈ: પિલાણમાં માંગ સારી

strength amid low Peanut market income Agriculture in Gujarat demand in groundnut market crushing is good

મગફળીની આવકો માટે આજે છેલ્લો દિવસ હતો. આવતીકાલ તા.૧૩થી યાર્ડો તા.૧૮ સુધી બંધ રહેશે. આજે પણ ગોંડલ સહિતનાં અનેક પીઠાઓમાં મગફળીની હરાજી બંધ રહી હતી અથવા તો આવકો એકદમ ઓછી હતી. 

મગફળીમાં હાલ પિલાણ ક્વોલિટીમાં લેવાલી સારી છે, જેને પગલે દાણાવાળાનાં હાથમાં મગફળી સસ્તામાં મળતી નથી. બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. 

આજે બજારમાં મણે રૂ.૫થી ૧૦નો સુધારો પિલાણ ક્વોલિટીમાં હતી, પરંતુ દાણાબરમાં રૂ.૧૦થી ૧૫ ડાઉન હતાં. 

દાણાબર સીંગદાણામાં હાલ કન્ટેઈનરની અછતને પગલે નિકાસ વેપારને ફટકો

હળવદમાં આજે ૩૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૫૦થી ૯૦૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૯૦૦થી ૯૩૦નાં ભાવ જોવા મળ્યા હતાં. 

રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૨૦થી ૯૧૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૭૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૫૦, જી-૨ર૦માં રૂ.૮૫૦થી ૧૦૪૫ અને ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૩૦૦નાં હતાં. ૯૯ નં.માં રૂ.૬૧૦થી ૯૪૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૩૦નાં ભાવ હતાં.

મહુવામાં ૨૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૬૫૫થી ૧૦૧૧૫૨, જી-પમાં રૂ.૬૭૮થી ૧૨૦૦, જી-ર૦માં રૂ.૮૬૮થી ૧૦૨૮નાં ભાવ હતાં.

મગફળીની બજારમાં સરેરાશ ભાવ ક્વોલિટી પ્રમાણે અપડાઉન રહ્યાં હતાં, પરંતુ દિવાળી બાદ બજારમાં સારી ક્વોલિટીની બજારો થોડી મજબૂત રહેશે. પિલાણમાં સીંગતેલની બજારો કેવી રહે છે તેનાં ઉપર આધાર રહેલો છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું