જીનની કપાસ ખરીદો ઓછી થતાં કપાસમાં મણે રૂ.25થી 30 તૂટયા

the purchase of cotton gin decreased Agriculture in Gujarat the cotton market price fell by Rs25 to Rs30 Agriculture in India Country

દેશની રૂની આવકમાં થોડો વધારો નોંધાયો હતો, શુક્રવારે રૂની આવક દેશમાં ૨.૩૪ લાખ ગાંસડીની રહી હતી જે ગુરૂવારે ૨.૨૬ લાખ ગાંસડી હતી. 

રૂની આવકમાં નજીવો ઘટાડો છતાં કપાસના ભાવ દેશાવરના લગભગ તમામ સેન્ટરમાં મણે રૂ.૧૦ થી ૧૫ ઘટયા હતા કારણ કે રૂના ભાવ સતત ઘટી રહ્યા હોઇ હાલ જીનર્સોની ડિસ્પેરિટિ વધી રહી છે અને સીસીઆઇની ભૂમિકા આ વર્ષે રૂ માર્કેટમાં સર્વેસર્વા જેવી હોઇ જીનર્સોને જીનો ચલાવવામાં વધુ રસ ન હોઇ જીનર્સોની કપાસ ખરીદો એકાએક અટકી ગઈ છે. 

મહારાષ્ટ્રના ખેડૂતોને લોકડાઉનનો ડર હોઈ ત્યાં રૂની આવક ૬૦ થી ૬૫ હજાર ગાંસડી જળવાયેલી હતી. ગુજરાત અને તેલંગાનામાં પણ રૂની આવક સતત વધી રહી છે.

ગુજરાતમાં કપાસના વેપારો બે દિવસ ઘટયા બાદ શુક્રવારે ફરી વધ્યા હતા કારણ કે મહારાષ્ટ્રના કપાસની આવકનું દબાણ ફરી વધ્યું હતું. મહારાષ્ટ્રનાં કપાસના ભાવ સતત ઘટી રહ્યા હોઈ ત્યાનો કપાસ ગુજરાત આવી રહ્યો છે. 

ગુજરાતમાં શુક્રવારે ૫૦ હજાર ગાંસડી અને એટલે કે સાડા બાર લાખ મણ કપાસના કામકાજ થયા હતા. ગુજરાતના માર્કેટયાર્ડોમાં આવક અઢી થી ત્રણ લાખ મણની અને સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં નવા કપાસની આવક ૧.૮૦ લાખ મણની હતી.

નવા કપાસના ભાવ નીચામાં રૂ।.૩૦ ઘટીને રૂ.૧૦૫૦ થી ૧૦૭૦ અને ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૬૦ હતા જ્યારે જૂના કપાસની આવક ૭૫૦૦ મણની હતી અને ભાવ નીચામાં રૂ।.૩૦ ઘટીને રૂ।.૮૫૦ થી ૯૨પ અને ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૦૯૦ હતા.

ગુજરાતના જીનર્સોને કપાસની ખરીદો કરવામાંથી સાવ રસ ઊડી જતાં જીનપહોંચ કપાસના ભાવ શુક્રવારે સૌરાષ્ટ્રમાં મણે રૂ.૩૫ થી ૪૦ અને કડીમાં મણે રૂ. ૧૫ થી ૨૦ તૂટયા હતા. 

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હાલ જીનર્સોને ખાંડીએ રૂ।.૧૫૦૦ થી ૨૦૦૦ની ડિસ્પેરિટિ છે. રૂના ભાવ સતત ઘટી રહ્યા હોઇ આવનારા દિવસોમાં ડિસ્પેરિટિ વધવાના ડરે જીનર્સાએ કપાસ જ ખરીદવાનો બંધ કરી દીધો છે. 

આજે જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૧૩૫ થી ૧૧૪૦, મિડિયમ કપાસના રૂ।.૧૧૧૦ થી ૧૧૨૫ અને એવરેજ કપાસના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ બોલાતા હતા. જૂના કપાસના રૂ।.૨૦ ઘટીને રૂ।.૧૦૩૦ થી ૧૦૭૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના કપાસના પણ રૂ.૨૦ ઘટીને રૂ.૧૦૮૦ થી ૧૧૦૦ અને મેઈન લાઇનના કપાસના ર્રા.૧૦૩૫ થી ૧૦૭૦ સુધી ભાવ બોલાતા હતા. 

કડીમાં આજે મહારાષ્ટ્રના કપાસની આવક ૫૦૦ થી ૫૫૦ ગાડી રહી હતી. આંધ્ર અને કર્ણાટકના કપાસની આવક પણ વધી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસના ર્‌।.૧૦૫૦-૧૧૦૦, મેઇન લાઈનના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૦૦, કાઠિયાવાડના કપાસના રૂ.૧૦૬૦-૧૦૭૫, આંધ્રના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના કપાસના રૂ।.૧૦૯૦ થી ૧૧૧૦ના ભાવ હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું