રૂના જીનની નબળી લેવાલીથી કપાસમાં સતત ઘટાડાથી ભાવ ઘટયા

From poor intake of Agriculture in Gujarat cotton gin prices fell due to continuous decline in Gujarat cotton market price

દેશમાં રૂની આવક સોમવારે ગુરૂનાનક જયંતિને કારણે મર્યાદિત રહી હતી આ ઉપરાંત પજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો દિલ્હી ખાતે આંદોલન માટે જતાં તેની પણ અસર જોવા મળી હતી. 

સોમવારે દેશમાં રૂની આવક ૧.૩૩ લાખ ગાંસડી રહી હતી જેમાં નોર્થમાં ર૬ હજાર ગાંસડી, સેન્ટ્રલ ઝોનમાં ૬પ હજાર ગાંસડી અને સાઉથ ઝોનમાં ૪૧ હજાર ગાંસડીની આવક હતી. 

નોર્થમાં સામાન્ય રીતે ઓક્ટોબરમાં પપ હજાર ગાંસડીની રોજિંદી આવક હતી જે ધીમે ધીમે ઘટીને હાલ રોજિંદી ૩૫ થી ૪૦ હજાર ગાંસડી જ રહી છે. સોમવારે નોર્થમાં કપાસના ભાવમાં મણે રૂ।.૧૦નો સુધારો થઇ ભાવ રૂ।.૧૦૮૦ થી ૧૧૫૫ના ભાવ હતા. 

મહારાષ્ટ્રમાં સોમવારે ૨૪ હજાર ગાંસડીની જ આવક હોઈ ભાવ મજબૂત રહ્યા હતા. મહારાષ્ટ્રમાં કપાસનો ભાવ રૂ।.૧૦૨૦ થી ૧૧૦૦ હતો. ગુજરાતમાં પણ અનેક માર્કેટયાર્ડો ગુરૂનાનક જયંતિ નિમિતે બંધ હતા. 

ગુજરાતમાં કપાસના વેપારો સાડા સાત લાખ મણ કપાસ એટલે કે ૩૦ થી ૩૨ હજાર ગાંસડીના નોંધાયા હતા. ગુજરાતના માર્કેટયાર્ડોમાં આવક પોણા બે થી બે લાખ મણની હતી. 

જેમાં સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં નવા કપાસની આવક ૧.૧૨ લાખ મણની હતી અને નવા કપાસનો ભાવ નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૭૦ અને ઊંચામાં રૂ.૧૧૪૦ થી ૧૧૬૫ હતો જ્યારે જૂના કપાસની આવક ૯૦૦૦ મણની હતી અને તેના ભાવ નીચામાં રૂ।.૯૦૦ થી ૯૨૫ અને ઊંચામાં રૂ।.,૧૦૬૦ થી ૧૦૮૦ હતા.

ગુજરાતના જીનર્સોની ડિસ્પેરિટિ સતત વધી રહી હોઇ ગત્ત સપ્તાહે કપાસના ભાવ ઘટયા હતા પણ જીનર્સોની સુસ્ત લેવાલીથી માર્કેટયાર્ડોમાં કપાસની આવક મોટેપાયે તૂટી હોઈ કપાસનો ભાવ ઘટાડો એકદમ ઓછો રહ્યો છે. 

કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સોમવારે કપાસના ભાવ યાર્ડામાં મણે રૂ.૧૦ ઘટયા હતા પણ જીનપહોંચ રૂ.પ થી ૭ જ ઘટયા હતા કારણ કે સારી કવોલીટીના કપાસની આવક સતત ઘટી રહી છે. 

સોમવારે જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૧૪૫ થી ૧૧૫૦, મિડિયમ કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૧રપ અને એવરેજ કપાસના રૂ.૧૧૦૦ થી ૧૧૨૦ બોલાતા હતા. 

જૂના કપાસના રૂ।.૧૦૩૦ થી ૧૦૭૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ અને મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૩૫ થી ૧૦૭૦ સુધી ભાવ બોલાતા હતા. 

કડીમાં આજે મહારાષ્ટ્રના કપાસની આવક ૫૦૦ થી ૫૫૦ ગાડી રહી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૦૫૦-૧૧૦૦, મેઈન લાઈનના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૦૦, કાઠિયાવાડના કપાસના રૂ।.૧૦૭૦-૧૦૮૫, આંધ્રના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના કપાસના રૂ।.૧૦૯૦ થી ૧૧૧૦ના ભાવ હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું