ડુંગળીમાં માંગ વધવા સામે આવકો ન આવતા ભાવમાં સુધારો

Improve onion crop apmc market prices without increasing onion crop revenue agriculture in gujarat against rising onion demand

ડુંગળીની બજારમાં ઘટ્યાં ભાવથી આજે ફરી સુધારો હતો. દેશમાં ડુંગળીની માંગ હાલ વધી છે અને સામે આવકો ખાસ ન હોવાથી સરેરાશ બજારમાં મણે રૂ.૩૦ થી પ૦નો સુધારો આવ્યો હતો. 

ગોંડલમાં નવી ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૫૦નો સુધારો

વેપારીઓનાં કહેવા પ્રમાણે ભાવ હજી થોડા વધી શકે છે, પરતુ બહુ મોટી તેજી થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર પણ આધાર રહેલો છે.

ગોંડલમાં નવી ડુંગળીની પ ગાડીની આવક હતી અને નવી ડુંગળીના ભાવ ૨૦ કિલોનાં રૂ.૬૦૦ થી ૭૦૦ના હતાં. જ્યારે જૂની ડુંગળીની ૩ ગાડીની આવક સામે ભાવ રૂ.૩૦૦ થી ૫૦૦નાં હતાં.

મહુવામાં લાલ ડુંગળીની ૪૪૫૦ થેલાની આવક હતી અને ભાવ રૂ.૧૬૮થી ૬રપનાં હતાં. જ્યારે સફેદની ૩૦૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૪૦૦થી ૯૧૮નાં બોલાયાં હતાં. 

રાજકોટમાં ૨૫૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૩૦૦થી ૭૦૦નાં બોલાતાં હતાં. સરેરાશ ગત સપ્તાહની તુલનાએ મણે રૂ.૧૦૦ જેવા સુધરી ગયાં છે.

નાશીકમાં ડુંગળીની આવકો હજી ધારણાં મુજબ વધતી અને ખેડૂતો નિકાસ પ્રતિબંધ દૂર કરવાની માંગણી કરી રહ્યાં છે, જેને પગલે બજારો વધ્યાં છે. 

લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ રૂ.૧૦૦૦થી ૩૨૦૦ સુધીનાં બોલાય રહ્યાં છે. ભાવ હજી થોડા વધશે, પંરતુ બહુ મોટી તેજી થવાના ચાન્સ નથી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું