મગફળીમાં આવકો ઘટી: સારી ક્વોલિટીની આવકો નહીવત

Peanut crop market income declined agriculture in Gujarat good quality groundnut apmc market price income rarely came

ગુજરાતમાં આજે તમામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જોકે બહુ વરસાદ ન હતો, પરંતુ રાજકોટ સહિતનાં કેટલાક યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ હતી. એ સિવાય મગફળીને કોઈ જ નુકસાન થયું નથી.

મગફળીની બજારો આજે સ્ટેબલરહી હતી. વેપારીઓ કહે છેકે બજારમાં હાલ સારી ક્વોલિટીની મગફળી બહુ ઓછી આવી રહી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મોટા ભાગનાં સેન્ટરમાં હવે મગફળીની આવકો તળિયે પહોંચવા આવી છે. ડીસા જેવા યાર્ડમાં પણ આવકો ઘટીને પાંચ હજાર ગુણીની અંદર પહોંચી ગઈ છે.

ગોંડલમાં ર૪ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-ર૦માં રૂ.૬૦૦થી ૧૦૭૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૫૦થી ૯રપનાં ભાવ હતાં.

રાજકોટ યાર્ડમાં વરસાદને કારણે મગફળી પલળી ગઈ હોવાથી આજે ઓક્શન બંધ રાખવામાં આવ્યું હતું. યાર્ડમાં આશરે એક લાખ ગુણી માલ પેર્ન્ડિંગ પડ્યો હતો. 

જામનગરમાં ૪૫૦૦ ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૬૦૦ થી ૯૯૮, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૦૦૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૫૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.

મહુવામાં વરસાદને કારણે માંડ ૫૦૦ ગુણીની આવકહતી, પરંતુ વેપારો થયા નહોંતાં. 

હળવદમાં ૧૩૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારા માલમાં રૂ.૬૦૦થી ૯રપનાં ભાવ હતાં. 

ઉત્તર ગુજરાતમાં ડીસા સહિતનાં સેન્ટરમાં મગફળીની આવકો હવે તળિયા નજીક

ડીસામાં ૩ હજાર ગુણી મગફળી ની આવક હતી અને મગફળીનાં ભાવ રૂ.૯૫૦ થી ૧૧૩૦નાં હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું