મગફળીમાં નાણાભીડની અસરે ભાવમાં નરમાઈ યથાવત

Peanut crop market prices remain subdued agriculture in Gujarat due to overcrowding of groundnut market

મગફળી-સીંગદાણાની બજારમાં નાણાભીડની અસરે ભાવમાં નરમાઈ યથાવત છે. સીંગદાણાનાં નિકાસ શિપમેન્ટ સમયસર થયા નથી અને પેમેન્ટ સાઈકલ આખી વિખાય ગઈ છે, જેની અસરે હવે નવેસરથી મગફળીમાં કોઈ લેવાલ નથી, જેને પગલે ભાવ દરરોજ રૂ.પ થી ૧૦ તુટી રહ્યાં છે.

વેપારીઓ કહે છેકે હાલ ગામડે બેઠા ખરીદનાર વેપારીઓ પણ ટૂંકાગાળામાં વેચાણ થવાની શરતે માલ ખરીદતા હોય છે, પંરતુ હાલ કોઈ લેનાર ન હોવાથી નીચા ભાવથી માલ બજારમાં ઠલવી રહ્યા છે. ગામડે બેઠા રૂ.૬૯૦થી ૧૦૧૦ સુધીમાં વેપારો થાય છે. એ જોત્તા બજાર હજી ઘટે તેવી ધારણાં છે.

ગોંડલમાં ૮૫ હજાર ગુણીની નવી આવક હતી અને તેમાંથી ૨૩થી ર૪ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-ર૦માં રૂ.૬૯૦૦થી ૧૦૦૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૦૫૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૫૦થી ૯૫૦ સુધીનાં ભાવ હતાં.

તમામ સેન્ટરમાં મગફળીનાં ભાવમાં રૂ.૫ થી ૧૦નો ઘટાડો જોવાયો

રાજકોટમાં ૧૦ હજાર ગુણીનાં વેપાર હતા અને હજી ર૨૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૮૦થી ૯૭૦, ૨૪ નં રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૦૫, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૫૦, જી-ર૦માં રૂ.૯૬૦થી ૧૦૪૭૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૮૦ અને ૯૯ નં.માં રૂ.૯૦૦થી ૯૬૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૩૦૫નાં ભાવ હતાં.

જામનગરમાં ૭થી ૮ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૯૦૦ થી ૧૦૩૦,૬૬ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦ અને ૯ નંબરમાં નબળા માલનાં રૂ.૬૯૦૦થી ૧૦૦૫ અને સારાનાં રૂ.૧૦૦૦થી ૧૩૭૫નાં ભાવ હતા, રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૧૦૦ની વચ્ચેનાં ભાવ હતાં.

મહુવામાં ૭૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૮૩૫ થી ૧૧૦૦, જી-પમાં રૂ.૬૬૮ થી ૧૦૯૦ અને જી-૨૦માં રૂ.૮૫૫ થી ૧૧૦૬નાં ભાવ હતાં.

હળવદમાં ૧૩૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારા માલમાં રૂ.૬૯૦૦થી ૯રપનાં ભાવ હતાં. હળવદમાં ઉપરમાં રૂ.૨૫ નીકળી ગયાં હતાં.

ઉત્તર ગુજરાતમાં હિંમતનગર આજે બંધ હતું. ડીસામાં ૮ હજાર ગુણી, પાલનપુરમાં પ હજાર ગુણી, પાથાવાડામાં ૩ હજાર ગુણી અને ધાનેરામાં ૧૫૦૦ ગુણીની આવક થઈ હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું