ગુજરાતમાંથી સરકારે મગફળીની ટેકાનાં ભાવથી કુલ 31.94 લાખ ગુણી ખરીદી કરી

The Agriculture in India govt procured a total of 31.94 lakh quintals of groundnuts from Gujarat at support prices MSP of Peanut market

ગુજરાતમાંથી મગફળીની ટેકાનાં ભાવથી ખરીદીને હવે દોઢ મહિના જેવો સમય વીતિ ગયો છે અને હવે દોઠેક મહિના ખરીદી ચાલશે. ગુજરાત પૂરવઠા નિગમના સત્તાવાર છેલ્લા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં પહેલી ડિસેમ્બર સુધીમાં મગફળીની ટેકાનાં ભાવથી કુલ ૩૧.૯૭ લાખ ગુણીની ખરીદી કરવામાં આવી છે.

ગુજરાત પૂરવઠા નિગમનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુંકે રાજ્યમાં કુલ ૩૧.૯૭ લાખ ગુણી એટલે કે ૯૫૪૭૧ ટન મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી કરી છે. સરકાર ૨પ કિલો ભરતીવાળી કુલ ૮૯૧૧૨ ગુણી અને ૩૦ કિલો ભરતીવાળી કુલ ૩૧.૦૮ લાખ ગુણીની ખરીદી કરી છે. આમ કરીને કુલ ૩૧.૯૭ લાખ ગુણીની ખરીદો કરી છે.

સરકારે રાજ્યમાં કુલ ૪.૭૦ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાંથી પહેલી ડિસેમ્બર સુધીમાં કુલ ૩.૦૪ લાખ ખેડૂતોને મગફળી વેચાણ કરવા માટેનો મેસેઝ મોકલ્યો હતો, જેમાંથી આજ દિવસ સુધીમાં કુલ ૫૧૮૩૭ ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું છે. 

ગુજરાતમાં કુલ 3.04 લાખ ખેડૂતોને મેસેઝ મોકલ્યાં અને 51830 ખેડૂતોએ વેચાણ કર્યું

ગત વર્ષે કુલ ૨.૪૪ લાખ ખેડૂતોએ વેચાણ કર્યું હતું, જેની તુલનાએ આ વર્ષે વધારે ખેડૂતો વેચાણ કરી શકે છે, પરંત કુલ જથ્થાકોય ખરીદી ઓછી થાય તેવી ધારણાં છે. ગુજરાતમાંથી હાલ કુલ ૧૩૫ સેન્ટરોમાંથી મગફળીની ખરીદી ચાલુ છે.

ગુજરાત સરકારે નવરાત્રી દરમિયાન મગફળીની ટેકાનાં ભાવથી ખરીદો શરૂ હતી, જે મુજબ દોઢ મહિના જેવો સમય વિતી ગયો છે અને હજી દોઠ મહિનો ખરીદી ચાલુ રહેશે. 

આ સંજોગોમાં રાજ્ય સરકાર મગફળીની હવે બીજી વધુમાં વધુ એકથી દોઠ લાખ ટનની ખરીદી કરે તેવા સંજોગો છે. આ જોત્તા કુલ ખરીદી ત્રણ લાખ ટનની વધી જાય તેવા સંકેતો હાલ દેખાતા નથી. 

જો આગામી દિવસોમાં મગફળીનાં ભાવમાં બહુ ઘટાડો થાય તો જ સરકારી ખરીદી વધશે. ગત વર્ષે સરકારે ૫.૫૦ લાખ ટન આસપાસ મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી કરી હતી, જેની તુલનાએ ખરીદી ઘટશે. 

સિઝનની શરૂઆતમાં ૧૦ લાખ ટન આસપાસ મગફળીની ખરીદી થવાના અંદાજો આવતા હતા, પરંતુ પાછોતરા વરસાદથી પાકને નુક્સાન થત્તા ચિત્ર આખું બદલાય ગયું છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું