કપાસમાં સતત ભાવ વધારો, આટલો થયો વધારો

The cotton crop apmc market price of agriculture in India cotton market has gone up steadily on international cotton market

દેશની રૂની આવક ગુરૂવારે થોડી વધી હતી પણ ગત્ત સપ્તાહે રૂની આવક વધીને ત્રણ લાખ ગાંસડી થઇ હતી તેની જગ્યો ગુરૂવારે પોણા ત્રણ લાખ ગાંસડીની આવક હતી. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાનામાં થોડી આવક વધી હોઇ તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી. 

આજે નોર્થમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવ મણના રૂ.૧૦૮૦ થી ૧૧૪૫ ટકેલા હતા જ્યારે મહારાષ્ટ્રમાં સીસીઆઇ અને મહારાષ્ટ્ર ફેડર્શનની જંગી ખરીદીને પગલે સારી કવોલીટીના કપાસમાં ખેડૂતોની પક્કડ મજબૂત હતી.

ગુજરાતમાં સીસીઆઇની કપાસ ખરીદી ધીમી હોઇ અને અધિકારીઓની મનમાની વધુ હોઈ કપાસની આવક વધતી નથી. 

ગુજરાતમાં ગુરૂવારે પોણા ત્રણ થી ત્રણ લાખ મણની કુલ આવક હતી અને કપાસમાં મણે રૂ.૫ થી ૮ સુધર્યા હતા. રૂના ભાવમાં સીસીઆઈ દ્વારા થઇ રહેલો સતત વધારો અને સારી કવોલીટીના કપાસની અછત વધી રહી હોઇ કપાસના ભાવ સુધરી રહ્યા છે. 

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક ૧.૪૯ લાખ મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૩૦ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૪૦ થી ૧૧૬૫ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૪૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૬૦ થી ૧૦૬૦ હતા.

જીનપહોંચ કપાસના ભાવ આજે મણે રૂ.૧૦ સુધર્યા હતા. એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૫૦ થી ૧૧૬૫ બોલાતા હતા. 

એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૪૦ થી ૧૧૫૫, મિડિયમ ક્વોલીટીના રૂ।.૧૧૩૦ થી ૧૧૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રા.૧૧૦૦ થી ૧૧૨૦ના ભાવ બોલાયા હતા. 

ગામડે બેઠા સારી ક્વોલીટીના કપાસના આજે ઊંચામાં રૂ.૧૧૨૫ બોલાતા હતા અને રૂ।.૧૧૦૦ની નીચે કોઇને વેચવા નહોતા. સૌરાષ્ટ્રમાં કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા સારી કવોલીટીના કપાસ આજે રૂ।.૧૧૦૦માં મળતો નથી. 

દેશાવરના ખાસ કરીને મહારાષ્ટ્રના કપાસની કવોલીટી દિવસે દિવસે બગડી રહી હોઈ હવે સારી કવોલીટીના કપાસમાં ખેડૂતોની પક્કડ મજબૂત બની રહી છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૩૦૦ ગાડી રહો હતી. 

કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર કપાસની કવોલીટીની બૂમ કડીના જીનર્સોમાં સતત વધી રહી હોઇ સારી કવોલીટીના કપાસમાં લાવ-લાવ જોવા મળી રહી છે. આંધ્રની કપાસની આવક ધીમે ધીમે વધી રહી છે પણ કવોલીટી બહુ જ નબળી છે. 

આજે આંધ્રના કપાસના ૧૫૦ ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૧૦૦ થી ૧૧૩૦, મેઇન લાઇનના કપાસના રૂ.૧૦૮૦-૧૧૦૦, કાઠિયાવાડના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૪૦, આંધ્રના કપાસના રૂ.૧૦૮૦-૧૧૨૦ અને કર્ણાટકના કપાસના રૂ.૧૧૦૦ થી ૧૧૪૦ બોલાતા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું