દેશમાં કપાસની એકધારી વધતી આવકથી ભાવ માં ઘટાડો

decline in cotton market prices due to the steadily rising agriculture in India cotton crop income

દેશમાં રૂની આવક ગુરૂવારે વધીને ૨.૭૩ થી ૨.૭૪ લાખ ગાંસડીની રહી હતી. નોર્થના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રૂની આવક જળવાયેલી છે પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં રૂની આવક ઝડપથી વધી રહી છે. 

ગુરૂવારે ગુજરાતમાં પપ હજાર ગાંસડી, મહારાષ્ટ્રમાં ૬૮ હજાર ગાંસડી અને તેલંગાનામાં ૫૭ હજાર ગાંસડી રૂની આવક હતી. સમગ્ર દેશમાં કપાસના ભાવ ગુરૂવારે મણે રૂ।.૧૫ થી ૨૦ ઘટયા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં નવા કપાસની આવક ઘટીને ૧.૪૫ લાખ મણની હતી અને ભાવ નીચામાં રૂ.૧૦૧૦ થી ૧૦૩૦ અને ઊંચામાં રૂ।.૧૧ર૦ થી ૧૧૪૦ હતો જ્યારે જૂના કપાસની આવક ૬૦૦૦ મણની હતી અને તેના ભાવ નીચામાં રૂ।.૮૦૦ થી ૮૫૦ અને ઊંચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૫૦ હતા. 

સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસના ભાવમાં મણે રૂ।.૧૫ થી ૨૦ અને જુના કપાસમાં મણે રૂ।.૨૦ ઘટયા હતા.

સૌરાષ્ટ્રમાં જીનપહોંચ કપાસના ભાવ ગુરૂવારે રૂ.૫ થી ૧૦ હતા કારણ કે દેશમાં કપાસની આવક સતત વધી રહી છે કારણ કે નબળો કપાસ ખેડૂતોને રાખવો નથી અને આ વર્ષે નબળો કપાસ વધુ હોઇ આવક મોટી દેખાય છે. 

ગુરૂવારે જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૧૩૦ થી ૧૧૩૫, મિડિયમ કપાસના રૂ.૧૧૧૦ થી ૧૧૧૫ અને એવરેજ કપાસના રૂ।.૧૦૯૦ થી ૧૧૦૯૫ બોલાતા હતા. જૂના કપાસના રૂ.૧૦ ઘટીને રૂ।.૧૦૨૦ થી ૧૦૩૦ બોલાતા હતા. 

જ્યારે મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૦૭૦ થી ૧૦૯૦ અને મેઇન લાઈનના કપાસના રૂ.૧૦૩૦ થી ૧૦૬૦ સુધી ભાવ બોલાતા હતા. કડીમાં આજે મહારાષ્ટ્રના કપાસની આવક ૪૦૦ ગાડી રહી હતી. 

કડીમાં મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૦૧૦-૧૧૮૦ (-૨૦), મેઇન લાઈનના કપાસના રૂ.૧૦૮૦-૧૧૧૦, કાઠિયાવાડના કપાસના રૂ.૧૦૬૦-૧૦૭૦ (-૫), આંધ્રના કપાસના રૂ.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના કપાસના રૂ.૧૦૯૦ થી ૧૧૧૦ના ભાવ હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું