કપાસમાં દેશભરમાં આવક વધતાં ભાવમાં નરમાઇ, સારી કવોલીટોના ભાવ ટકેલા

market news cotton crop apmc market prices softened agriculture in Gujarat rising cotton market incomes agriculture in India country, good quality cotton market prices sustained

દેશમાં રૂની આવક સોમવારે સપ્તાહના આરંભે થોડી વધી હતી. શુક્રવારે અને શનિવારે આવક બે લાખ ગાંસડીથી ઓછી રહ્યા બાદ સોમવારે આવક વધીને સવા બે થી અઢી લાખ ગાંસડી રહી હતી. 

ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં આવક વધી હતી. આશ્ચર્યજનક રીતે ઉત્તર ભારતના રાજ્યોમાં આવક વધતી અટકી ગઇ છે. સોમવારે ઉત્તર ભારતના રાજ્યોમાં રૂની આવક ર૯ હજાર ગાંસડી જ રહી હતી જે સીઝનના આરંભે એક તબક્કે પપ થી ૬૦ હજાર ગાંસડી આવક રહેતી હતી. 

ઉત્તર ભારતના મોટાભાગના ટ્રેડરોનું માનવું હતું કે તા.૧૦મી ડિસેમ્બર પછી આવક વધશે પણ આવક ધારણા કરતાં બહુ જ ઓછી રહી છે. ઉત્તર ભારતમાં કપાસના પાકમાં સફેદ માખીને ઉપદ્રવને કારણે ધારણા કરતાં ઓછું ઉત્પાદન થવાનો ભય દેખાઈ રહ્યો છે.

ગુજરાતના માર્કટયાર્ડોમાં કપાસની આવક સોમવારે વધી હતી અને કપાસના ભાવ સૌરાષ્ટ્ર સિવાય અનેક સેન્ટરોમાં ઘટયા હતા. કડીમાં પણ કપાસના ભાવ મણે રૂ।.૫ થી ૧૦ નરમ બોલાતા હતા કારણ કે રૂના ભાવની તેજી અટકી જતાં સોમવારે જીનર્સોની લેવાલી ઓછી હતી. 

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે ૧.૬૬ લાખ મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ।.૯૭૦ થી ૧૦૧૦ અને ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૪૦ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૫૦૦ મણની આવક હતી અને ભાવ રૂ।.૬૯૩૫ થી ૧૦૬૦ હતા. 

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે દિવસેને દિવસે સુપર બેસ્ટ કવોલીટીના કપાસની આવક સતત ઘટી રહી છે. હાલ જે કપાસની આવક થાય છે તેમાંથી માત્ર ૧૦ ટકા સુપર બેસ્ટ કપાસની આવક થાય છે. 

૬૦ ટકા આવક મિડિયમ કપાસની અને ૩૦ ટકા આવક એવરેજ નબળા કપાસની આવક થઈ રહી છે. સુપર કપાસની મળતર ઓછી હોઈ તેના ભાવ મજબૂત મથાળે ટકી રહ્યા છે. 

જીનપહોંચ કપાસના સોમવારે ટકેલા હતા. જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૩૫ થી ૧૧૪૦ બોલાતા હતા. 

એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૨ર૦ થી ૧૧૨૫, મિડિયમ કવોલીટીના રૂ।.૧૧૦૦ થી ૧૧૧૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા.

કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૩૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સોમવારે કપાસના ભાવ ટકેલા હતા પણ માર્કેટનો ટોન ઢીલો હતો. મિડિયમ કપાસમાં મણે રૂ।.૫ ઘટયા હતા. 

સૌરાષ્ટ્રના અને આંધ્ર-કર્ણાટક કપાસની આવક કડીમાં ઘટી રહી છે, મેઇન લાઈનના કપાસમાં વેરિએશન મોટુ હોઇ હવે તેની આવકની કોઇ ગણતરી નથી. 

મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ।.૧૦૫૦-૧૧૦૦, આંધ્રના કપાસના રૂ।.૧૦૭૦-૧૧૧૦, કર્ણાટકના કપાસના રૂ.૧૦૮૦-૧૧૨૦ અને કાઠિયાવાડના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૪૦ બોલાતા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું