મગફળીમાં વેચાણનો અભાવ, ગામડે બેઠા ભાવ ઊચા બોલાયા

market news peanut market sales are low agriculture in Gujarat groundnut crop apmc market price high peanut market prices are high in farmer Gujarat village

ખાદ્યતેલમાં મજબૂતાઈ વચ્ચે મગફળીનાં ભાવમાં સરેરાશ પીઠાઓ ટકેલા રહ્યાં હતાં, પંરતુ ગામડે બેઠા ભાવ ઊંચા બોલાય રહ્યાં છે. ખેડૂતો હવે નીચા ભાવથી ગામડે બેઠા માલ આપવા તૈયાર નથી. 

સીંગતેલનાં ભાવ ઊંચકાશે તો મગફળીનાં ભાવ સુધરી શકે
આગામી દિવસોમાં મગફળીની વેચવાલીમાં હજી ઘટાડો થાય તેવી ધારણાં છે. સરકાર દ્વારા હજી એકાદ મહિનો ખરીદો ચાલુ રહેશે , પંરતુ ત્યાર બાદ પણ બજારો ઘટી જાય તેવા સંજોગો દેખાતા નથી.
 
જામનગરનાં એક બ્રોકરે કહ્યું કે જી-૨૦માં ગામડે બેઠા પણ રૂ.૧૦૦૦થી ૧૦૫૦ની વચ્ચ વેપારો થઈ રહ્યાં હોવાથી પીઠાઓમાં હાલ સારા માલ બહુ આવતા નથી, જેને પગલે બજારો અથડાય રહ્યાં છે.

ગોંડલમાં ૨૨ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-ર૦માં રૂ.૬૦૦ થી ૧૧૨૬, રોહીણીમાં રૂ.૮૫૦ થી ૧૦૨૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૧૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦ થી ૧૦ર૨પનાં ભાવ હતાં. આજે સારા માલ થોડા આવ્યાં હોવાથી અમુક વકલમાં ઊંચા ભાવ બોલાયા હતાં.

રાજકોટમાં ૧૦ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૬૫૦ થી ૧૦૨૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૬૯૫૦ થી ૧૦૫૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦ થી ૯૬૦, જી-૨૦માં રૂ.૬૮૦ થી ૧૦૭૦, ૬૬ નંબરમાં રૂ.૬૬૦ થી ૯૮૫ અને ૯૯ નં.માં રૂ.૧૦૩૦ થી ૧૦૬૦નાં ભાવ હતાં.
 
જામનગરમાં ૫૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૦૪૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૦૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦ થી ૧૦૩૦નાં ભાવ હતાં.

મહુવામાં ૫૩૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ માં રૂ.૧૦૪૧ થી ૧૨૫૦, જી-પમાં રૂ.૧૦૦૦ થી ૧૨૧૫ અને જી-૨૦માં રૂ.૮પર થી ૧૦૭૧નાં ભાવ હતાં.

ડીસામાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૭૧ થી ૧૧૪૧નાં હતાં. હિમતનગર આજે બંધ હતું.
કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું