દાડમમાં ફાલ ખરી જત્તા નાની સાઈઝને પગલે ભાવમાં ઘટાડો

pomegranate flowers falling off farming in gujarat pomegranate farming bajar price due to pomegranate smaller size fruit pomegranate farmer genabhai patel said

ગુજરાતમાં દાડમની ખેતી છેલ્લા થોડા વર્ષોથી સતત વધી રહી છે, પંરતુ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે દાડમનાં ઊભા પાકને નુક્સાન થત્તા ફાલ ખરી પડ્યો છે અને ફળ નાના જ આવી રહ્યાં હોવાથી ભાવમાં પણ કિલોએ રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો છે.

કમોસમી વરસાદને પગલે દાડમનાં પાકમાં મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતો-વેપારી ઓનો અંદાજ

દાડમનાં ગઢ મનાતા લાખણીનાં ખેડૂત ગેનાભાઈ પટેલે જણાવ્યું હતુ કે તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં બદલાવને પગલે દાડમનો પાક વહેલો ખરીદી પડ્યો છે. 

ફળ વહેલું ખરી પડતા તેની સાઈઝ નાની થઈ ગઈ છે, જેને પગલે ખેડૂતોને નીચા ભાવ મળી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસમાં ભાવમાં કિલોએ રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો છે.

દાડમનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે દાડમનાં ભાવ હાલ સાઈઝ પ્રમાણે કિલોએ રૂ.૩૦થી ૯૦ પ્રતિ કિલો ચાલે છે, પંરતુ તાજેતરમાં વરસાદને પગલે નાના ફળ ખરી પડતા ખેડૂતોને ભાવ સરેરાશ કિલોએ રૂ.૨૦ જેટલા નીચા મળી રહ્યાં છે. દાડમની હાલ પીક સિઝન ચાલી રહી છે અને સામે ક્વોલિટી સારી ન હોવાથી બજાર ડાઉન છે.

દાડમનાં ૧૦૦ ગ્રામની સાઈઝનાં ભાવ કોલના રૂ.૩૦ અને ૨૦૦ ગ્રામની સાઈઝનાં રૂ.૫૦ પ્રતિ કિલોનાં ભાવ ચાલે છે. લાખણી યાર્ડમાં આજે દાડમનાં ભાવ ૨૦ કિલોનાં સરેરાશ રૂ.૧૦૦થી ૧૧૩૦નાં બોલાયા હતાં. આમ કિલોનાં રૂ.૫૫ જેવા સારી ક્વોલિટીમાં હતાં. અમદાવાદમાં નરોડા ફુટ માર્કેટમાં દાડમનો ભાવ ૨૦ કિલોના રૂ.૭૦૦થી ૧૬૦૦ હતો.

દાડમનાં વેપારીઓ કે છેકે દાડમની બજાર ટૂંકાગાળા માટે નીચી જ રહે તેવી ધારણાં છે. હાલ બજારમાં મોટા માલ ઓછા આવી રહ્યાં છે, જો મોટું ફળ આવશે તો તેમાં ભાવ ઊંચા રહે તેવી ધારણા છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું