કપાસના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, આટલા ભાવ વધ્યા

rise for fifth day Cotton crop apmc market price today agriculture in Gujarat, So how much so that market prices agriculture in India have farmer continue grow Current rate of cotton in one field risen

દેશમાં રૂની આવક શુક્રવારે અઢી લાખ ગાંસડીથી પણ ઓછી રહી હતી. ચાલુ સપ્તાહે રૂની આવક શરૂઆતથી સવા બે થી અઢી લાખ ગાંસડી વચ્ચે જ રહી હતી. ગુરૂવારે થોડી આવક વધી હતી પણ તે સિવાયના દિવસોમાં આવક બહુ જ મર્યાદિત રહી હતી. 

સોમવાર-મંગળવારે વરસાદી વાતાવરણને કારણે આવક ઘટી હોવાનું અનુમાન હતું પણ પછી પણ આવક ઓછી રહેતાં હવે દેશમાં કપાસનું ઉત્પાદન ધારણા કરતાં ઓછું થવાના અનુમાન મૂકવાના શરૂ થયા છે ખાસ કરીને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ૩૫ થી ૪૦ હજાર ગાંસડીથી આવક વધતી નથી. 

આજે પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવમાં મણે રૂ.૧૫ થી ૨૦નો વધારો જોવા મળ્યો હતો. દેશાવરમાં દરેક સેન્ટરમાં કપાસના ભાવ મણે રૂ.પ થી ૧૫ વધ્યા હતા. 

ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની એવરેજ પોણા ત્રણ લાખ મણ  આવક રહે છે. દેશાવર અને જીનપહોંચ વેપાર અંદાજે આઠ થી દસ લાખ મણના થઇ રહ્યા છે. 

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે ઘટીને ૧.૪૪ લાખ મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૫૦ થી ૧૦૮૦ અને ઊંચામાં રૂ.૧૧૫૦ થી ૧૧૬૪૬૫ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૪૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૬૦ થી ૧૦૬૪૦ હતા. 

માર્કેટયાર્ડમાં આજે કપાસના ભાવમાં મણે રૂ.૫ થી ૧૦ સુધર્યા હતા. જીનપહોંચ કપાસના ભાવમાં સતત ચોથા દિવસે સુધારો જોવા મળ્યો હતો. શુક્રવારે જીનપહોંચ કપાસમાં મણે રૂ.૧૦ સુધર્યા હતા. 

એક્સ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૫૫ થી ૧૧૭૦ બોલાતા હતા. એવરેજ સુપર ક્વોલીટીના રૂ.૧૧૪૫ થી ૧૧૫૦, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૩૦ થી ૧૧૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૧૦ થી ૧૧૨૦ના ભાવ બોલાયા હતા. 

ગામડે બેઠા સારી કવોલીટીના કપાસના આજે ઊંચામાં રૂ.૧૧૨૫ બોલાતા હતા સૌરાષ્ટ્રમાં કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવમાં ખેડૂતોની પક્કડ મજબૂત બની રહી હોઇ શુક્રવારે જીનોને એકદમ સુપર ક્વોલીટીના કપાસ પણ ગામડેથી રૂ.૧૧૨પમાં મળતો નહોતો. ગામડે બેઠા ખેડૂતોને નબળા કપાસ રૂ।.૧૧૦૦માં વેચવા છે પણ સારી ક્વોલીટીના કપાસ કોઇ ભાવે વેચવા નથી.

કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૩૦૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર કડીમાં બધુ મળીને ૬૫૦ થી ૭૦૦ ગાડીની આવક હતી જેમાં આંધ્ર-તેલંગાનાના કપાસની આવક સતત વધી રહી છે કારણ કે ત્યાં બેઠા કોડીવાળા અને પીળી ટચવાળા કપાસ વેચતાં નથી આથી તેઓ ગુજરાત આવા કપાસ લઇને આવે છે. 

આંધ્ર-તેલંગાના અને કર્ણાટકના કપાસમાં કવોલીટી વેરિએશન સતત વધી રહ્યું છે. મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૦૦ થી ૧૧૩૦, મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૦૦, કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૧૪૦, આંધ્રના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૨૦ અને કર્ણાટકના કપાસના રૂ.૧૦૭૦ થી ૧૧૪૦ બોલાતા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું