લસણમાં જુનો સ્ટોક પડ્યો હોવાની ધારણા એ ભાવમાં નરમાઈનો માહોલ

the garlic crop apmc market price softened agriculture in Gujarat garlic market old stock assumption stock in garlic had fallen

લસણ બજારમાં ભાવ નીચી સપાટી પર આગળ વધી રહ્યાં છે. સપ્તાહની શરૂઆતમાં થોડો સુધારો થયા બાદ છેલ્લા બે-ત્રણ દિવસમાં મણે રૂ.૧૦૦થી ૨૦૦નો જાતવાર ઘટાડો થઈ ચૂક્યો છે.

રાજકોટનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે લસણમાં હાલ માંગ નથી. અને ખેડૂતો પાસે હજી જૂનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે. મધ્યપ્રદેશનો નવો માલ હજી ૧૦ જાન્યુઆરી બાદ બજારમાં આવશે. હાલ ઊંટી ક્વોલિટી આવે છે, પંરતુ તેની કોઈ મોટી આવકો થતી નથી.

ગોંડલનાં એક વેપારીએ જણાવ્યું હતું કે લોકડાઉન અને કોરોના સંકટને કારણે લસણની માંગ આ વર્ષે હોટલ સેકટરની જોઈએ એવી નીકળી નથી, જેને પગલે હજી જુનો સ્ટોક ધારણાં કરતાં વધારે પડ્યો છે. સૌરાષ્ટ્રમાં બહુ માલ નહીં હોય, પંરતુ દેશાવરમાં મોટો સ્ટોક પડ્યો છે. જેને પગલે બજારો ઘટ્યા છે અને હજી રૂ.૫૦થી ૧૦૦ની મદો આવી શકે છે.

રાજકોટ-ગોંડલમાં સારા લસણનાં ભાવ ઘટીને રૂ.૧૨૦૦થી ૧૩૦૦ની સપાટીએ પહોંચ્યાં

રાજકોટમાં ૭૦૦થી ૮૦૦ ક્ટ્ટાની આવક હતી અને ભાવ કળીબર માલમાં રૂ.૬૫૦થી ૭૫૦, મિડીયમમાં રૂ.૮૦૦થી ૯૦૦, રાશબંધમાં રૂ.૯૦૦થી ૧૦૫૦, લાડવમાં રૂ.૧૦૫૦થી ૧૨૫૦ અને સુપરમાં રૂ.૧૩૦૦થી ૧૩૫૦ના ભાવ હતાં.

ગોંડલમાં હાલ માત્ર બેથી ત્રણ જ વેપારીઓ લસણમાં લેનાર છે અને આજે ૧૨૦૦થી ૧૫૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ કળીબરમાં રૂ.૩૦૦થી ૭૫૦, રાશબંધમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦ અને સારા માલ હોય તો રૂ.૧૨૦૦ ઉપરનાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું