કપાસની આવક ઓછી થશે તે ધારણાએ કપાસના ભાવ વધ્યા

દેશમાં કપાસની આવક સોમવારે થોડી વધીને ૬૧ થી ૬ર લાખ મણ નોંધાઇ હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસની સવા સાત લાખ મણની નોંધાઇ હતી જે એક તબક્કે વધીને ૧૩ થી ૧૪ લાખ મણ થતી હતી. 

Cotton crop apmc market price agriculture in India on the assumption that cotton market income would be lower agriculture in Gujarat cotton market price increase

ગુજરાતમાં ૧૩ લાખ મણ, મહારાષ્ટ્રમાં ૧૫.૫૦ થી ૧૬ લાખ મણ અને તેલંગાનામાં ૧૪ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. દેશમાં આજે ૨.૫૫ લાખ ગાંસડી રૂના કપાસની આવક નોંધાઇ હતી. 

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ તા.ર જાન્યુઆરી સુધીમાં દેશમાંથી ૧૮.૧૮ કરોડ મણ કપાસની ખરીદી કરી લીધી છે દેશમાં કપાસની આવક ડિસેમ્બરના અંત સુધીમાં ૩૮.૪૦ કરોડ મણની થઇ ચુકી છે. 

કપાસિયા અને કપાસિયા ખોળના ભાવ સોમવારે વધતાં તેની અસરે સમગ્ર દેશમાં કપાસના ભાવમાં મણે રૂ।.૧૦ થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો.

ગુજરાતના માર્કટયાર્ડોમાં કપાસની આવક થોડી વધી હતી અને ભાવ સુધરતાં દેશાવરના કપાસની આવક પણ ગુજરાતમાં વધી હતી. ખાસ કરીને કડીમાં મહારાષ્ટ્ર અને આંધ્રની આવક વધારે જોવા મળી હતી. કપાસિયાખોળમાં સ્ટોકીસ્ટોની લેવાલીથી અને રૂના ભાવ સુધરતાં જીનર્સોની કપાસ લેવાલી પણ વધી હતી.

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક સોમવારે વધીને ૧.૭૫ લાખ મણની રહી હતી નવા કપાસના નીચામાં રૂ.૧૦૦૦ થી ૧૦રપ૫ અને ઊંચામાં રૂ।.૧૧૫૦થી ૧૧૭૦ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૫૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૪૦ થી ૧૧૨૫ હતા. 

સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ યાર્ડોમાં સોમવારે મણે રૂ.૧૦ થી ૧૫ અને ગામડે બેઠા રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે સોમવારે કપાસની જબ્બર મજબૂતી જોવા મળી હતી. 

ગામડે બેઠા રૂના ભાવ વધીને રૂ.૧૧૫૦ બોલાય ગયા હતા. એક અઠવાડિયા અગાઉ સારી ક્વોલીટીનો કપાસ રૂ।.૧૧૦૦માં ખેડૂતો વેચવા તૈયાર હતા જેના આજે રૂ।.૧૧૫૦માં લેવાવાળા છે પણ ખેડૂતોને હજુ ભાવ વધવાની આશા હોઇ આજે વેચવાલી એકદમ ઓછી હતી.

જીનપહોંચ કપાસના સારી ક્વોલીટીમાં સોમવારે મણે રૂ।.૧૫ સુધર્યા હતા. જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૭૦ થી ૧૧૭૫ બોલાતા હતા. 

એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૪૫ થી ૧૧૬૪૦, મિડિયમ ક્વોલીટીના રૂ.૧૧૨૫ થી ૧૧૩૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૦૦ થી ૧૧૧૫ના ભાવ બોલાયા હતા.

કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૩૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં કપાસિયા ખોળના સ્ટોકીસ્ટો અને સટોડિયાઓ તેજીમાં આવી ગયા હોઇ હાલ બધાને કપાસ લેવો છે. 

જીનર્સોને હવે રૂમાં ગમે ત્યારે રૂ।.૪૫,૦૦૦ થવાનું દેખાવા લાગતાં બધા જીનર્સો થોડો થોડો કપાસ ખરીદવા લાગતાં આજે કડીમાં મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. 

મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ।.૧૦૯૦-૧૧૩૦, આંધ્રના કપાસના રૂ।.૧૦૭૦-૧૧૧૫, કર્ણાટકના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૪૦ અતે કાઠિયાવાડના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૫૦ બોલાતા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું