ગુજરાતમાં સારી ક્વોલિટીના કપાસના ભાવ સુધર્યા

દેશમાં રૂની આવક શુક્રવારે પ થી ૧૦ હજાર ગાંસડી ઘટીને ૨.૪૫ લાખ ગાંસડી રહી હતી. ઉત્તર ભારતના સેન્ટરો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે રોજિંદી ૩૦ હજાર ગાંસડીથી આવક વધતી નથી જ્યારે તેલંગાના અને ગુજરાતની આવક ૫૦ થી પપ હજાર ગાંસડી જળવાયેલી છે. 

મહારાષ્ટ્રમાં સીસીઆઈઇ અને મહારાષ્ટ્ર ફેડરેશનની બંનેની કપાસ ખરીદીને કારણે આવક વધીને ૬૫ થી ૭૦ હજાર ગાંસડી રહે છે. શુક્રવારે કપાસના ભાવ દેશાવરમાં ટકેલા હતા. 

વિદેશ વાયદા નવા વર્ષના કારણે બંધ હતા તો લોકલ માર્કેટમાં રૂની ડીમાન્ડ ધીમી હોઇ કપાસમાં જીનર્સોની ખરીદી ધીમી હતી. સીસીઆઈ પણ હવે એક લાખ ગાંસડીના રૂનો કપાસ જ ખરીદશે આથી કપાસના ભાવ જ્યાં સુધી આવક બે લાખ ગાસંડી ઉપર રહેશે ત્યાં સુધી ઘટવા મુશ્કેલ છે. 

Good quality cotton crop apmc market prices improved agriculture in Gujarat cotton market and  agriculture in India cotton market price stable

ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક શુક્રવારે ઘટી હતી કારણ કે કડીમાં દેશાવરના કપાસની આવક મોટા પ્રમાણમાં ઘટી હતી. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કપાસ હવે કડીમાં ધીમે ધીમે ઓછો આવી રહ્યો છે. ઉપરાંત ગુજરાતના માર્કટયાર્ડોમાં પણ ઠંડીને કારણે કપાસની આવક મર્યાદિત છે. 

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે ઘટીને ૧.૪૫ લાખ મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ।.૯૦૦ થી ૧૦૦૦ અને ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૫૫ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૭૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૪૦ થી ૧૦૭૦ હતા. 

સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસમાં મણે રૂ।.૫ થી ૮ સુધર્યા હતા જ્યારે નબળા કપાસના ભાવ ટકેલા હતા. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે સારી કવોલીટીના કપાસની આવક ઘટી રહી હોઇ જીનર્સો પૂરા ઉતારાનો અને વેરિએશન વગરનો કપાસ મણે રૂ.૫ થી ૧૦ વધુ આપીને ખરીદી રહ્યા છે. 

ગામડે બેઠા પણ સારા કપાસની ડીમાન્ડ સારી છે. ગામડે બેઠા એકદમ સુપર કપાસના રૂ.૧૧૦૦ થી ૧૧૨૫ સુધી ભાવ બોલાતા હતા. ગામડે બેઠા સારો કપાસ કોઇ ખેડૂતોને રૂ।.૧૧૦૦ની નીચે વેચવો પણ નથી. જીનપહોંચ કપાસના સારી કવોલીટીમાં શુક્રવારે મણે રૂ.૫ સુધર્યા હતા. 

જીનપહોંચ કપાસમાં એક્સ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૫૫ થી ૧૧૬૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૩૦ થી ૧૧૩૫, મિડિયમ ડવોલીટીના રૂ.૧૧૧૦ થી ૧૧૨૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા.

કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૨૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં હવે દેશાવરની કપાસની આવક ઝડપથી ઘટી રહી છે કારણ કે કડીના જીનર્સનું રૂ છેલ્લા બે દિવસથી ખપતું ન હોઇ જીનર્સોની લેવાલી એકદમ ઓછી છે. 

શુક્રવારે આંધ્રની ૮૦ અને કર્ણાટકની ૫૦ ગાડીની જ આવક હતી. કાઠિયાવાડના કપાસમાં વેરિએશન વધુ હોઇ તેની પણ આવક ઘટીને ૫૦ ગાડી હતી. 

મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૦૫૦-૧૧૩૦, આંધ્રના કપાસના રૂ।.૧૦૭૦-૧૧૧૫, કર્ણાટકના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૪૦ અને કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૧૫૦ બોલાતા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું