સારી ક્વોલિટીના કપાસમાં ખેડૂતોને સારા ભાવ મળશે

દેશભરમાં કપાસની આવક નિંરતર ઘટી રહી છે. છેલ્લા બે દિવસથી આવક દોઢ લાખ ગાંસડી રૂની એટલે કે ૩૪ થી ૩૬ લાખ મણથી કપાસની આવક વધતી નથી. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ વર્ષે રૂનો પાક ધારણા કરતાં ઘણો જ ઓછો નીકળે તેવું લાગી રહ્યું છે. 

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસની આવક ૧૦ થી ૧૨ લાખ મણની જોવા મળે છે પણ તેલંગાનામાં એક તબક્કે રોજની ૧ર થી ૧૪ લાખ મણની આવક હતી તે ઘટીને સાત થી આઠ લાખ મણની જ આવક રહે છે. 

agriculture in India farmers will get good cotton apmc market price increase agriculture in Gujarat cotton market income increase and cotton market price increase

દેશાવરમાં સારી કવોલીટીના કપાસના ભાવ આજે મણના રૂ।.૧૨૦૦ થી ૧૨૨૦ સુધીના બોલાતા હતા. રૂના ભાવ છેલ્લા બે દિવસથી વધી રહ્યા હોઇ કપાસના ભાવને ટેકો મળી રહ્યો છે. 

ગુજરાતમાં કપાસની આવક શુક્રવારે ત્રણ લાખ મણની હતી જો કે કડીમાં દેશાવરના કંપાસની આવક એકધારી ઘટી રહી છે. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ૨૦૦, આંધ્ર-કર્ણાટકના ૫૦-૫૦ ગાડી અને કાઠિયાવાડની ૨૦૦ ગાડીની આવક હતી. 

કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૨૦ થી ૧૧૯૦, આંધ્રના રૂ.૧૧૦૦ થી ૧૧૮૦, કર્ણાટકના કપાસના ભાવ રૂ।.૧૧૪૦ થી ૧૨૧૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૪૦ થી ૧૨૧૦ના ભાવ બોલાતા હતા. 

કડીમાં કપાસના ભાવ આજે મણે રૂ।.પ થી ૧૦ સુધર્યા હતા. સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે ૧.૭૫ લાખ મણની આવક હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૦૦ થી ૧૦૩૦ અને ઊંચામાં રૂ।.૧૧૮૫ થી ૧૨૦૫ બોલાયા હતા. 

સારી ક્વોલીટીની કપાસની અછત વધી રહી હોઇ આજે પ્રિમિયમ ક્વોલીટીના કપાસમાં મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા જેની સામે નબળા કપાસમાં મણે રૂ।.૨૦ ઘટયા હતા. 

જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં રૂના ભાવ રૂ.૧૧૮૫ થી ૧૧૯૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૬૦ થી ૧૧૬૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૬૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૧૦૦ થી ૧૧૨૦ ભાવ બોલાયા હતા. 

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્રમાં નબળા અને સારી કવોલીટીના કપાસના ભાવ વચ્ચે મણે રૂ।.૨૦૦નો બદલો છે જે દિવસેને દિવસે વધીને એક તબક્કે આ બદલો રૂ।.૩૦૦નો થવાનો છે. સારી કવોલીટીના કપાસની અછત હજુ વધશે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું