મગફળી માં ઓછા વેચાણ થી વચ્ચે ભાવમાં સુધારો

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. બીજી તરફ તેલમાં ઊંચા ભાવ હોવાથી બાયરો ગામડેથી પણ માલ મોટા પાયે ઉપાડી રહ્યાં છે, જેને પગલે સરેરાશ પીઠાઓ પણ ઊંચા બોલાય રહ્યાં છે.

between market news of peanut crop selling low agriculture in Gujarat groundnut market price improving

જામનગરનાં એક બ્રોકરે જણાવ્યું હતું કે જૂનાગઢ બાજુનાં પિલાવાળા હાલ જામનગર-જોડીયાનાં ગામડામાંથી ક્વોલિટી મુજબ રૂ.૧૦૧૦થી ૧૦૪૫ સુધીનાં ભાવથી મગફળીની ખરીદી કરી રહ્યાં છે જેને પગલે યાર્ડોમાં આવકો ઓછી થવા લાગી છે. આગામી દિવસોમાં મગફળીમાં હજી બિયારણની માંગ નીકળશે ત્યારે બજારો હજી વધે તેવી ધારણાં છે.

ગોંડલમાં મગફળીનાં ૩૦ હજાર ગુણીનાં થયા હતા. મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૭૫થી ૧૧૦૦, રોઢહીણીમાં રૂ.૬૦૦થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૨૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૨૩નાં ભાવ હતાં.

જૂનાગઢ બાજુનાં પિલાણવાળાની જામનગર બાજુનાં ગામડામાંથી મોટી ખરીદી

રાજકોટમાં ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૮૫૦થી ૯૭૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૮૫૦થી ૧૦૫૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૪૦, જી-૨૦માં રૂ.૬૬૦થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦ અને ૯૯ નં.માં રૂ.૬૬૦થી ૧૦૦૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૦પ નાં ભાવ હતાં.

જામનગરમાં ૪૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૦૪૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૫૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૪૫નાં ભાવ હતાં.

મહુવામાં ૨૪૦૦ ગુણીની આવક હતી અને મગડીમાં ભાવ રૂ.૯૭૦ થી ૧૨૬૦, જી-પમાં રૂ.૧૦૦૦થી ૧૧૪૨ અને જી-ર૦માં રૂ.૯૨૧થી ૧૦૮૧નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૪૭૦નાં ભાવ હતાં. ડીસામાં માત્ર ૮૫૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૧૧ થી ૧૧૫૫નાં હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું