મગફળીમાં વેચાણના અભાવે ભાવમાં થયો વધારો

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મગફળીમાં હાલ દાણાવાળા અને બિયારણવાળાની સારી માંગ હોવાથી બજારમાં એકધારો સુધારો થઈ રહ્યો છે. 

મગફળીનાં ભાવ સરેરાશ મણે રૂ.૧૦થી ૧૫નો વધારો થયો હતો. હિંમતનગર બાજુ આજે ૨૪ નંબરમાં ૭૭નાં ઉતારાવાળી બિયારણબર મગફળીનાં ભાવ ઊંચામાં રૂ.૧૫૧૧ સુધી બોલાયાં હતાં.

market news of peanut apmc market price today increase agriculture in Gujarat peanut market due to lack of sales peanut market decrease

વેપારીઓ કહે છેકે હવે ખેડૂતો પાસે માલ ઓછો પડ્યો છે અને ગામડા પણ ઊંચા બોલાય રહ્યાં હોવાથી મગફળીનાં બજારો ઊંચા રહે તેવી ધારણાં છે.

હિંમતનગરમાં બિયારણ ક્વોલિટીની મગફળી રૂ.૧૫૧૧માં ખપી...

ગોંડલમાં મગફળીની રર હજાર ગુણીની આવક હતી અને વેપાર ૨૨ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-ર૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૩૦, રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૨૦ હજાર ગુણીની આવક હતી અને ૧૬ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૧૬ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૯૫૦થી ૧૧૨૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૯૫૦થી ૧૧૫૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, જી-૨૦માં રૂ.૬૭૦થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૪૦ અને ૯૯ નં.માં રૂ.૬૮૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૪૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૫૦ થી ૧૧૨૫, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૯૦ અને રોહીણીમાં રૂ.૯૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં. 

મહુવામાં ૩૯૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ માં રૂ.૧૦૫૧ થી ૧૨૨૯ અને જી-૨૦માં રૂ.૬૬૬ થી ૧૧૭૯નાં ભાવ હતાં. જી-પમાં રૂ.૧૦૪૭થી ૧૧૬૦નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૨૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૧૫૦થી ૧૧૫૧ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું