વિદેશી બજારમાં મંદી ને પગલે કપાસના ભાવ ઘટયા

મહારાષ્ટ્રના જીનર્સોની સીસીઆઇ સામે હડતાળને કારણે સોમવારે દેશની કપાસની આવક ઘટીને ૪૪ થી ૪૫ લાખ મણની નોંધાઇ હતી જે ગત્ત સપ્તાહે એવરેજ રોજની પ૪ થી ૫૬ લાખ મણની હતી. 

મહારાષ્ટ્રમાં ૧૫ થી ૧૬ લાખ મણને બદલે આઠ લાખ મણની જ આવક હતી જો કપાસના ભાવ તમામ રાજ્યોમાં વધ્યા હતા. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવ વધીને ઊંચામાં રૂ.૧૧૮૦ થી ૧૧૯૦ બોલાયા હતા. 

the market news of cotton apmc market prices fell on the back of a slowdown agriculture in India cotton market price overseas agriculture in Gujarat kapas na bhav aaj na bajar bhav vadhya

જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કપાસના ભાવ વધીને ઊંચામાં રૂ।.૧૧૭૦ થી ૧૧૮૦ બોલાયા હતા. દેશમાં જો કપાસની આવક ૫૦ લાખ મણથી ઓછી રહેશે તો આવનારા દિવસોમાં કપાસમાં હજુ મણે રૂ.૪૦ થી ૫૦ની તેજી આવવાના ચાન્સ છે. 

ગુજરાતના માર્કેટયાર્ડમાં કપાસની આવક આજે થોડી ઘટી હતી. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મકરસંક્રાંતિને કારણે બે દિવસ પછી કપાસ નહીં ભરાય એટલે સોમવારથી જ વેપારો ઓછા થવા લાગ્યા હતા. મહારાષ્ટ્રમાં હડતાળને કારણે કડીમાં પણ આગામી ત્રણ થી ચાર દિવસ કપાસની આવક ઘટશે.

સૌરાષ્ટ્રમાં સોમવારે કપાસની આવક ૧.૯૫ લાખ મણની રહી હતી અને નબળા કપાસમાં મણે રૂ.૧૦ ઘટયા હતા પણ સારી કવોલીટીના સૌરાષ્ટ્ર કપાસના ભાવ માં મણે રૂ.૫ ઘટયા હતા. 

સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૦૦ થી ૧૦૫૦ અને ઊંચામાં સારી ક્વોલીટીના રૂ।.૧૧૫૦ થી ૧૧૭૦ ક્વોટ થયા હતા. ગામડેબેઠા કપાસના ભાવ રૂ।.૧૧૪૦ થી ૧૧૫૦ ટકેલા હતા. 

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર ગામડે બેઠા હવે મકરસંક્રાતિ સુધી ખાસ કપાસના વેપાર નહી થાય જો મકરસંક્રાંતિ પછી ભાવ નીચા રહેશે તો ખેડૂત વધુ ત્રણ-ચાર દિવસ રાહ જોઇને કપાસ વેચશે. 

કપાસના ભાવ સુધરશે તો ગામડેથી થોડો થોડો કપાસ મકરસંક્રાંતિ પછી મળશે. જીનપહોંચ કપાસના વેપાર નીચા ભાવે વેચવાલી ઓછી હોઇ સોમવારે કપાસના વેપાર બહુ જ પાંખા હતા. 

જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૬૫ થી ૧૧૭૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૪૦ થી ૧૧૪૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૨૦ થી ૧૧રપ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૯૦ થી ૧૧૧૦ ભાવ બોલાયા હતા.

કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ૩૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં કપાસના ભાવ આજે કપાસિયા અને રૂ ‌ની મંદીના કારણે રૂ.૫ નીચા બોલાતા હતા. 

મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ।.૧૧૦૦-૧૧૩૫, આંધ્રના કપાસના રૂ।.૧૧૦૦-૧૧૩૫, કર્ણાટકના કપાસના રૂ।.૧૧૦૦-૧૧૬૦ અતે કાઠિયાવાડના કપાસના રૂ.૧૧૫૦ થી ૧૧૭૦ બોલાતા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું