મગફળીમાં ઊંચી સપાટી થી ભાવમાં ઘટાડો જોવા મળ્યો

મગફળીમાં ઊંચી સપાટીથી આજે મણે રૂ.પથી ૧૦નો ઘટાડો થયો હતો. મગફળીમાં વેપારો હાલ સારા થઈ રહ્યાં છે, પંરતુઓઈલ મિલરોની ઊંચા ભાવથી લેવાલી અટકી હોવાથી આજે બજારો ઘટ્યાં હતા. 

બીજી તરફ બિયારણ ક્વોલિટીની જીણી મગફળીનાં ભાવ સરેરાશ મજબૂત રહ્યાં હતાં.આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.

the market news of mangfali price agriculture in Gujarat mungfali na bhav higher level peanut seeds market price demand increase

બિયારણ ક્વોલિટીમાં વેચવાલીનાં અભાવે તેમાં મજબૂતાઈ યથાવત

ગોંડલમાં મગફળીની ૨૦થી રર હજાર ગુણીની આવક હતી અને વેપાર ૨૬ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવગોંડલ મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૧૧, રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૪૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૦૫૦નાં ભાવ હતાં.

રાજકોટમાં પ હજાર ગુણીની આવક હતી અને ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૩૫ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૬૩૦થી ૧૧૨૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૯૦૦થી ૧૧૪૫, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૯૬૦, જી-૨૦માં રૂ.૬૭૦થી ૧૧૩૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૪૭૦ અને ૯૯ નં.માં રૂ.૯૭૦થી ૧૦૫૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૨૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ ભાવ જી-૨૦માં રૂ.૬૫૦ થી ૧૦૬૦, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૪૭૫ અને રોહીણીમાં રૂ.૬૩૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

મહુવામાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવમાં રૂ.૧૦૫૦ થી ૧૨૧૨, જુ-પમાં રૂ.૬૮૦૦થી ૯૮૪ અને જી-૨૦માં રૂ.૬૮૦ થી ૧૧૪૬નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૧૦૦થી ૧૪૫૬નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું