કેશોદમાં નવા ઘઉંની આવક: મિલોના ઘઉંના ભાવમાં મજબૂતાઈ

ઘઉં બજારમાં ભાવ મજબૂત સપાટી પર અથડાય રહ્યાં છે, પરંતુ બીજી તરફ નવા ઘઉંની આવકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એકલા કેશોદમાં ૧૨૦૦ ગુણી ઉપરની આવક થઈ હતી. આગામી દિવસોમાં જેમ-જેમ આવકો વધશે તેમ નવા ઘઉંનાં વેપારો વધી જાય તેવી ધારણાં છે. હાલ કંપનીઓની ખરીદી ધીમી પડી છે અને સૌની નજર નવા ઘઉ ઉપર જ છે.

ગાંધીધામ ઘઉંના ભાવ ડિલીવરીમાં આજે આઈટીસીનાં ૩ ટકા વટાવમાં રૂ.૧૯૬૫ હતા, બિશ્નોઈ રૂ.૧૮૯૦, એગ્રોક્રોપનાં ભાવ રૂ.૧૮૬૫ અને અન્ય કંપનીનાં ભાવ રૂ.૧૮૬૦થી ૧૮૭૦નાં ભાવ હતાં. અમદાવાદની મિલોનાં અમદાવાદ ઘઉંના ભાવ રૂ.૧૮૮૦ થી ૧૮૯૦નાં ભાવ હતાં.

New wheat market income agriculture in Gujarat Keshod: Strength in mill wheat apmc market price

નવા ઘઉંની કેશોદમાં આજે ૧૨૦૦ ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંના ભાવ રૂ.૩૩૦થી ૩૯૦નાં હતાં. 

કંપનીઓની ખરીદી હવે નવા ઘઉંની આવકો વધે પછી જ વધવાની ધારણાં...

જૂના ઘઉંમાં રાજકોટમાં ઘઉંની ૧૨૦૦ બોરીની આવક હતી અને રાજકોટ ઘઉંના ભાવ મિલબરમાં રૂ.૩૫૦ થી ૩૫૩નાં ભાવ હતાં. જ્યારે એવરેજ ક્વોલિટીમાં રૂ.૩પ૫૩થી ૩૬૦ અને બેસ્ટમાં રૂ.૩૭૦થી ૩૮૦નાં ભાવ હતાં. સુપર બેસ્ટ ક્વોલિટીમાં રૂ.૪૦૦ સુધીનાં ભાવ હતાં. 

ગોંડલમાં ઘઉંની ૧૦૦૦ ગુણીની આવક હતી અને ગોંડલ ઘઉંના ભાવ લોકવનમાં રૂ.૩૧૦ થી૩૮૦ અને ટૂડડામાં રૂ.૩૨૪ થી ૪૧૧નાં ભાવ હતાં. નવા ઘઉંની ૪૦થી ૫૦ ગુણીનીઆવક હતીઅને ભાવ રૂ.૩૫૦થી ૪૦૦નાં હતાં.

હિંમતનગરમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંના ભાવ મિલબરનાં રૂ.૩૫૦થી ૩૫૭, મિડીયમમાં રૂ.૩૬૦થી ૩૬૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૮૦થી ૪૦૦નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું