ઘઉંમાં સતત ઘટાડાને બ્રેક લાગતા ખેડૂતોને સારા ભાવની આશા

ઘઉં બજારમાં એકધારા ઘટાડા બાદ આજે વધુ ઘટાડાને બ્રેક લાગી હતી અને ઘઉનાં ભાવ માં મામૂલી વધઘટ જોવા મળી હતી. નવા ઘઉંની આવક હજી જોઈએ એટલી વધતી નથી અને વેપારીઓનાં કહેવા પ્રમાણે હજી દશેક દિવસ બાદ આવકો વધે તેવી ધારણાં છે. હાલ બે-ચાર સેન્ટરો સિવાય ખાસ આવકો આવતી નથી.

ગાંધીધામ ઘઉનાં ભાવ ડિલીવરીમાં આજે આઈટીસી નાં ૩ ટકા વટવા ઘઉનાં ભાવ રૂ.૧૯૫૦ હતા, બિશ્નોઈ ઘઉનાં ભાવ રૂ.૧૮૭૦, અગ્રોક્રોપ ઘઉનાં ભાવ રૂ.૧૮૬૦ અને અન્ય કંપનીનાં રૂ.૧૮૫૦થી ૧૮૬૫નાં ભાવ હતાં. અમદાવાદ ઘઉનાં ભાવ મિલોનાં રૂ.૧૮૭૦નાં ભાવ હતાં. મિલોનાં ભાવમાં રૂ.૨૦નો વધારો થયો છે.

The steady decline in wheat market took a break agriculture in Gujarat wheat apmc market price a slight improvement for Gujarat wheat farmer

જૂના ઘઉંમાં રાજકોટમાં ઘઉંની ૧૫૦૦ બોરીની આવક હતી અને રાજકોટ ઘઉંના ભાવ મિલબરમાં રૂ.૩૪૫ થી ૩૫૦નાં ભાવ હતાં. જ્યારે એવરેજ ક્વોલિટીમાં રૂ. ૩૫૩થી ૩૬૦ અને બેસ્ટમાં રૂ.૩૭૦થી ૩૮૦નાં ભાવ હતાં. સુપર બેસ્ટ ક્વોલિટીમાં રૂ.૪૧૧ સુધીનાં ભાવ હતાં.

ગોંડલમાં ઘઉંની ૧૧૦૦ ગુણીની આવક હતી અને ગોંડલ ઘઉંના ભાવ લોકવનમાં રૂ.૩૧૧ થી૩૭૬ અને ટૂકડામાં રૂ.૩૨૦ થી ૩૭૪નાં ભાવ હતાં. નવા ઘઉની ૧૦૦ ગુણીની આવક હતી અને લોકવમાં રૂ.૩૫૪ અને ટૂકડામાં રૂ.૩૫૦નાં ભાવથી વેપાર હતાં.

જૂનાગઢમાં ૧૫૦ કટ્ટાની આવક હતી અને જૂનાગઢ ઘઉંના ભાવ લોકવનમાં રૂ.૩૫૮થી ૩૬૬નાં હતાં.

હિમ્મતનગરમાં ૨૫૦૦ ગુણીની આવક હતી અને હિમ્મતનગર ઘઉંના ભાવ મિલબરનાં રૂ.૩પપથી ૩૬૦, મિડીયમમાં રૂ.૩૬૦થી ૩૬૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૮૦થી ૪૦૦નાં ભાવ હતાં.

મોડાસામાં નવા ઘઉંની રપથી ૩૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંના ભાવ રૂ.૩૪૭ નાં હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું