ગુજરાત અને સમગ્ર દેશમાં કપાસના ભાવમાં આગવેગે તેજી, કપાસના ભાવમાં ઉછળ્યા

દેશમાં રૂની આવક ગુરૂવારે વધીને ઘટીને ૮૭ થી ૯૦ હજાર ગાંસડી એટલે કે ૨૧ થી રર લાખ મણ કપાસની આવક નોંધાઈ હતી. કપાસની આવક નિરંતર ઘટી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ ના કેસ વધતાં ગર્વમેન્ટે અમરાવતી, અકોલા વિગેરે વિસ્તારમાં રાત્રિનો તેમજ રવિવારનો કર્ફયુ લાદી દેતાં આવનારા દિવસોમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધુ ઘટવાની ધારણા છે. 

દેશભરમાં કપાસની આવક સતત ઘટી રહી હોઇ કપાસિયા અને કપાસિયાખોળના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચી રહ્યા છે તેને પગલે કપાસ પણ વધી રહ્યો છે. આજે દેશાવરમાં સારા કપાસના મણે રૂ।.૧૨૩૦ થી ૧૨૪૦ સુધીના ભાવ બોલાતા હતા. 

the market news cotton crop apmc market price rise sharply across the agriculture in India country and also agriculture in Gujarat cotton crop prices soared

ગુજરાતમાં પણ કપાસની આવક હવે ધીમે ધીમે ઘટી રહી છે. પંજાબ, તેલંગાના, આંધ્ર,કર્ણાટકમાં હવે નામ પૂરતી જ કપાસની આવક આવે છે. હાલ ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં નોંધપાત્ર આવક નથી. ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડામાં ઘટીને અઢી લાખ મણની હતી. 

દેશાવરનો કપાસ હવે ગુજરાતમાં નામપૂરતો આવી રહ્યો છે કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે હવે કડીમાં ૫૦ ટકા જ જીનો ચાલુ છે અને ૫૦ ટકા જીનોની કપાસની મોટાભાગની જરૂરિયાત કાઠિયાવાડના કપાસથી પૂરી થાય છે કારણ કે મહારાષ્ટ્રની આવક દિનપ્રતિદિન ઘટી રહી છે અને આંધ્ર-કર્ણાટકની આવક બહુ જ નજીવી આવે છે. 

કડીમાં ગુરૂવારે મહારાષ્ટ્રની ૧૦૦ ગાડી , આંધ્રની ૮-૧૦ ગાડી અને કર્ણાટકની ૭-૮ ગાડી અને કાઠિયાવાડની રરપ ગાડીની આવક હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ।.૧૨૦૦થી ૧૨૪૦ , આંધ્રના રૂ.૧૨૦૦ થી ૧૨૪૦, કર્ણાટકના રૂ।.૧૨૦૦ થી ૧૨૬૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૪૦ થી ૧૨૦૦ ભાવ બોલાતા હતા. ગુરૂવારે કડીમાં કપાસના ભાવ રૂ.૧૦ વધ્યા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં ગુરૂવારે આવક ૧.૨૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૩૦ થી ૧૦૮૦ અને ઊંચામાં રૂ।.૧૨૫૦ થી ૧૨૭૦ બોલાયા હતા. 

સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ।.૧૫ થી ૨૦ સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ।.૧૦ સુધર્યા હતા. જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૨૫૦ થી ૧૨૭૦ બોલાતા હતા. 

એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૨૨૫ થી ૧૨૪૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૯૦ થી ૧૨૧૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૬૫ થી ૧૧૮૦ રૂના ભાવ બોલાયા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કપાસના ભાવ રૂ।.૧૨રપ થી ૧૨૩૦ હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું