વિદેશની બજારની તેજીના કારણે કપાસના ભાવમાં આવ્યો સુધારો

દેશમાં રૂની આવક સોમવારે ૮૧ થી ૯૦ હજાર ગાંસડી એટલે કે કપાસની આવક ૧૯.૫૦ થી ૨૧.૫૦ કરોડ મણ જળવાયેલી હતી. ફોરેન વાયદાની તેજી અને રૂના ભાવ સુધરતાં સોમવારે દેશાવરમાં કપાસના ભાવ દરેક સેન્ટરમાં સુધર્યા હતા.  

નોર્થ ઇન્ડિયામાં કપાસના ભાવ રૂ.૧૦ સુધરીને મણના રૂ.૧૨૦૦ થી ૧૨૬૦ કવોટ થયા હતા જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સારી ક્વોલીટીના કપાસના રૂ।.૧૨૦૦થી નીચે બોલાતા નહોતા. કર્ણાટકમાં કપાસની કવોલીટી અને લંબાઈ સારી હોઇ ત્યાં રૂના ભાવ ની રેન્જ રા.૧૨૪૫ થી ૧૩૨૦ની હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય દેશમાં એકપણ રાજ્યમાં કપાસની ખાસ આવક નહોતી.

the market news of cotton crop apmc market prices improved due to the rise in overseas markets due to agriculture in Gujarat cotton crop price increase

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં સવા બે થી અઢી લાખ મણની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક સોમવારે વધી હતી કારણ કે રૂના ભાવ વધતાં જીનર્સોની કપાસ લેવાલી થોડી વધી હતી. કડીમાં સોમવારે મહારાષ્ટ્રની ૧૫૦ ગાડી, આંધ્રની ૪-૫ ગાડી અને કર્ણાટકની ૫-૬ ગાડી અને કાઠિયાવાડની રરપ ગાડીની આવક હતી. 

કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ।.૧૨૦૦થી ૧૨૪૦, આંધ્રના રૂ.૧૨૦૦ થી ૧૨૪૫, કર્ણાટકના કપાસના ભાવ રૂ।.૧૨૦૦ થી ૧૨૬૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૪૦ થી ૧૨૧૦ ભાવ બોલાતા હતા. સોમવારે કડીમાં કપાસના ભાવ રૂ।.૧૦ સુધર્યા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ઘટીને ૧.૧૫ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૫૦ થી ૧૦૮૦ અને ઊંચામાં રૂ.૧૨૬૦ થી ૧૩૦૫ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસના ભાવ રૂ।.૧૫ સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ ક્વોલીટીના કપાસના ભાવ રૂ।.૧૦ સુધર્યા હતા. 

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૨૭૫ થી ૧૨૮૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૨૬૦ થી ૧૨૬૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૨૨રપ થી ૧૨૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૧૯૦ થી ૧૨૧૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કપાસના ભાવ રૂ.૧૨રપ થી ૧૨૩૦ હતા, પણ કેટલાંક ગામડે ઊંચામાં રૂ.૧૨૫૦ સુધીના ભાવ બોલાયા હતા. કપાસના ભાવ સતત વધતાં જતાં હોઈ ખેડૂત હવે મક્કમ બન્યો છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું