ગુજરાતમાં લસણની ઓછી આવકો સામે લસણના ભાવમાં મજબૂતાઈનો માહોલ

લસણમાં ઓછી આવકો વચ્ચે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ-ગોંડલ સહિતનાં યાર્ડોમાં આજે બચેલા સ્ટોકમાંથી લસણની હરાજી કરવામાં આવી હતી, જ્યારે જામનગરમાં ચાર દિવસ બાદ આજે નવી આવકો કરાતા સારી માત્રામાં આવક થઈ હતી.

the gujarat bajar samachar of atmosphere of strength in garlic apmc market price against low garlic market yard income agriculture in Gujarat garlic farmer happy

ગોંડલમાં લસણનાં ૪૮૩૦ ગુણીનાં વેપાર હતા અને ગોંડલ લસણનાં ભાવ રૂ.૩પ૦થી ૧૧૪૧નાં હતા. જ્યારે રાજકોટમાં લસણનાં ભાવ રૂ.૭૨૦થી ૧૨૪૪નાં હતાં. સરેરાશ બંને સેન્ટરમાં ભાવ રૂ.રપથી ૫૦ જેટલા મણે સુધર્યા હતાં.

જામનગરમાં ૮૫૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૪૦૦થી ૧૨૦૫નાં રહ્યાં હતાં...

લસણનાં વેપારીઓ કહે છેકે હવે આવકો બંધ થવાનાં હોવાથી લસણની બજારમાં હાલ ઊંચા ભાવથી સારી ક્વોલિટીમા લેવાલી છે. પરપ્રાંતનાં કેટલાક વેપારીઓ પણ સારો માલ ગુજરાતમાંથી ખરીદી કરી રહ્યાં છે, જેને પગલે સરેરાશ લસણનાં બજાર ભાવ સારી ક્વોલિટીમાં રૂ.૧૨૦૦ સુધીનાં બોલાયા છે. 

આગામી દિવસોમાં લસણની બજારમાં બહુ મોટી તેજી કે મંદી થાય તેવા સંજોગો નથી. લસણનાં ભાવ માં મણે રૂ.૧૦૦ થી વધગટ જોવા મળી શકે છે તેમ અંતમાં વેપારીએ કહ્યું હતું.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું