દેશમાં કપાસના આવક ઘટતા, કપાસના ભાવ રૂ.1400 ઉપર જાય તેવી સંભાવના

કપાસના ભાવ છેલ્લા ત્રણ દિવસથી ફરી વધવા લાગ્યા છે. દેશમાં કપાસ મળતો બંધ થવા લાગતાં એક તરફ જીનો બંધ થવા લાગી છે ત્યારે બીજી તરફ જીનો બંધ થવા લાગતાં દેશના દરેક સેન્ટરમાં કપાસિયાની અછત દિવસેને દિવસે વધી રહી છે. 

કપાસિયાની અછત વધતાં કપાસિયાના ભાવ ત્રણ દિવસ અગાઉ મણના રૂ.૭૦૦ બોલાતા હતા તે વધીને સોમવારે રૂ।.૭૬૦ થી ૭૭૦ બોલાવા લાગ્યા હતા અને ત્રણ મહિના પછી ડિલિવરી કરવાના રૂ.૮૦૦ બોલવા લાગ્યા હતા. કપાસિયા વધતાં કપાસિયાખોળ ભાવ પણ સતત વધી રહ્યો છે. 

કપાસના વધતાં ભાવ જોઇને ખેડૂતો પણ મક્કમ બનતાં જાય છે. હાલ ગામડે બેઠા પણ કોઈને કપાસ વેચવો નથી કારણ કે હવે બધાને રૂ.૧૪૦૦ના ભાવ ઢુકડા દેખાવા લાગ્યા છે. આ સંજોગોમાં કપાસના ખેડૂતો માટે બહુ જ સારી સીઝન ગઇ છે. 

the gujarat bajar samachar of cotton market income decline agriculture in India cotton apmc market price will increase agriculture in Gujarat cotton market yard

આગામી બે થી ત્રણ દિવસમાં કપાસના બજાર ભાવ રૂ।.૧૪૦૦ની સપાટીને પાર કરે તેવી શક્યતા હવે દેખાઇ રહી છે. ખેડૂતોએ રૂ।.૧૪૦૦ના ભાવે કપાસ વેચીને છુટી જવું જોઇએ કારણ કે તેનાથી વધુ ભાવ વધવાની શક્યતા હાલ ધુંધળી છે.

કપાસિયા-ખોળના ભાવ સતત વધી રહ્યા હોઇ કપાસના ભાવ રૂ।.૧૪૦૦ની રાહે...

દેશમાં રૂની આવક સોમવારે વધીને ૩૭ થી ૩૮ હજાર ગાંસડી એટલે કે પોણા નવ થી નવ લાખ મણ કપાસની આવક હતી. વિદેશી બજારોમાં ન્યુયોર્ક રૂ વાયદો ઘટીને સાવ તળિયે પહોંચી ગયો છતાં અહીં તેની કોઇ અસર જોવા મળી નહોતી કારણ કે અહીં કપાસ કયાંય મળતો જ નથી. દેશભરમાં કયાંય હવે કપાસ બચ્યો નથી. બધા કપાસના પાકના અને સ્ટોકના જેટલાં અંદાજ મૂકતાં હતા તે તમામ ખોટા પડયા છે. 

દેશભરમાં કપાસના ભાવ આજે મણે રૂ।.૧૦ થી ૧૫ સુધરતાં તેની અસરે કપાસની આવક ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધી હતી જ્યારે ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તેમજ દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંપ્રપ્રદેશ, કર્ણાટક અને ઓરિસ્સામાં તો કપાસ જ બઓ નથી તો આવક કયાંથી વધે ? હજુ દસેક દિવસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થોડી કપાસની આવક દેખાશે ત્યારબાદ આવક કયાંય દેખાશે નહીં તે વખતે માત્ર રૂનો સ્ટોક બચ્યો છે તેમાંથી ચલાવવાનું રહેશે.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડમાં વધીને ૫૦ થી ૬૦ હજાર મણની અને દેશાવરની આવક સોમવારે જળવાયેલી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસ મળતો બંધ થઇ જતાં જે જીનો ચાલે છે તેમને ભાવ વધારીને કપાસ લેવો પડી રહ્યો હોઇ આજે કડીમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. મહારાષ્ટ્રના કપાસની આવક સોમવારે ૧૫ થી રપ ગાડીની હતી અને મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૦૫૦ થી ૧૨૭૦ બોલાતા હતા. જ્યારે કાઠિયાવાડના કપાસની આવક રપ થી ૩૦ ગાડીની હતી અને તેના ભાવ રૂ.૧૧૫૦ થી ૧૨૮૦ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક વધીને ૫૦ હજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૧૫૦ થી ૧૧૮૦ અને ઊંચામાં રૂ.૧૩૫૦ થી ૧૩૭૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ આજે રૂ.૨૦ થી રપ સુધર્યા હતા અને નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા. 

જીનપરહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારાવાળા કપાસના રૂ.૧૩૪૦ થી ૧૩૪૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૩૧૦ થી ૧૩૨૦ મિડિયમ કવોલીટીના રૂ.૧૨૭૦ થી ૧૨૭૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૨૩૦થી ૧૨૩૫ ભાવ બોલાયા હતા. 

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કોઇને રૂા.૧૩૧૧ની નીચે કપાસ વેચવો નથી. સારી કવોલીટીનો કપાસ ધરાવતાં ગામડે ઊંચામાં રૂ.૧૩૨૫ થી ૧૩૩૦ સુધી બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં ધારણા કરતાં હવે કપાસ ઓછો બચઓ હોઇ જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેમને રૂ.૧૪૦૦ના ભાવ દેખાવા લાગતાં હવે કોઇને કપાસ વેચવો નથી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું