ઘઉંના વેચાણમાં મોટો ઘટાડો થત્તા ઘઉંના ભાવમાં ફરી સુધારો જોવા મળ્યો

ઘઉં બજારમાં મંદોને બ્રેક લાગીને ઘઉંના બજાર ભાવ માં ફરી સુધારો થયો હતો. મોટા ભાગનાં સેન્ટરમાં આવકનું પ્રેશર ઘટતા અને બીજી તરફ વિકેન્ડમાં લોકડાઉનને કારણે અનેક યાર્ડો બંધ રહેવાનાં છે, જેને પગલે ઘઉંની આવકો પણ ઓછી થશે. પરિણામે બજારમાં સુધારો આવ્યો હતો. આ તરફ ઘઉંની શનિકાસનાં આંકડાઓ મજબૂત આવ્યાં હોવાથી તેની અસર પણ બજારનાં સેન્ટરીમેન્ટ ઉપર પડી હતી.

ઘઉંના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે ઘઉંમાં હાલનાં તબક્કે લેવાલી ઓછી છે, પંરતુ આવકનું પ્રેશર વધારે છે. બીજી તરફ ખાનાર વર્ગની ઘરાકી હવે મોટા પાયે નીકળવાની છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં નિકાસ વેપારો ઉપરજ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

the gujarat bajar samachar of wheat apmc market price agriculture in Gujarat rebounded after a sharp decline in Gujarat wheat market sales

રાજકોટમાં ઘઉનાં પેન્ડિંગ માલથી વેપાર હતા. રાજકોટ ઘઉંના ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૩૨૧ થી ૩૨૭, સારા માલમાં રૂ.૩૩૫થી ૩૫૫ અને સુપરમાં રૂ.૩૭૫થી ૪૫૦નાં ભાવ હતાં. ગોંડલમાં ૭ થી ૮ હજાર ગુણીનાં વેપાર હતાં, ગોંડલ ઘઉંના ભાવ મિલબરમાં રૂ.૩૨૦ થી ૩ર, લોકવન ઘઉંના ભાવ રૂ.૩૩૫ થી ૪૦૦ અને ટુકડામાં રૂ.૩૫૦ થી ૪૫૦નાં ભાવ હતાં. સુપર ક્વોલિટીમાં રૂ.૫૭૧ સુધીનાં ભાવ હતાં.

ઘઉંના ભાવમાં કવીન્ટલે રૂ.૧૦થી ૩૦ સુધીનો ક્વોલિટી મુજબ સુધારો...

હિંમતનગરમાં ૬ હજાર ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંના ભાવ મિલબરમાં રૂ. ૩૪૦ થી ૩૪૫, મિડીયમમાં રૂ.૩૬૫ થી ૪૧૧ અને સારા માલ રૂ. ૪૨પથી ૫૦૧ સુધીમાં ખપ્યાં હતાં.

ઈડરમાં ૩૦૦૦ ગુણીની આવક હતી અને ઈડર ઘઉંના ભાવ રૂ.૩૪૦ થી ૪પરનાં હતાં. જ્યારે મોડાસા માં ૪ હજાર ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંના ભાવ રૂ.૩૩૫ થી ૪૩૫, તલોદમાં ૬૦૦૦ ગુણીની આવક સામે તલોદ ઘઉંના ભાવ રૂ.૩૩૧ થી ૪પપનાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું