વિદેશી કપાસના વાયદા બજારોની તેજી આવતા કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

ન્યુયોર્ક રૂ વાયદો છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહ્યો હોઇ અને બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો ૮૯ સેન્ટ ઉપર જતાં અહીં કપાસ-રૂ બજારમાં મજબૂતી જોવા મળી હતી. વળી સીસીઆઈએ બુધવારે અને ગુરૂવારે બે દિવસ રૂમાં ખાંડીએ રૂ.૨૦૦ થી ૪૦૦નો વધારો કરતાં તેની પણ અસર કપાસની બજાર પર જોવા મળી હતી. 

the gujarat bajar samachar of cotton foreign cotton futures markets boom agriculture in India cotton market price are hike

કપાસના ભાવ અને વાવેતર (cotton price and cultivation) :

ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં કપાસનું વાવેતર ગત્ત વર્ષ કરતાં ધીમું હોઇ તેની અસરે ગુરૂવારે દેશાવરમાં કપાસના ભાવમાં મણે રૂ.૨૦ થી ૩૦નો ઉછાળો જોવા મળ્યો હતો. દેશમાં રૂની આવક ગુરૂવારે ૩૩૦૦ ગાંસડીની રહી હતી.

કપાસ બજાર આગાહી (cotton market forecast) :

કપાસના બ્રોકરના જણાવ્યા પ્રમાણે સારી ક્વોલીટીના કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૬૦૦ થી ૧૬૦૫ રેન્જમાં બોલતા હતા જ્યારે મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના રૂ.૧૫૮૦ થી ૧૫૯૦ બોલાતા હતા. ગામડે બેઠા સારી કવોલીટીના કપાસના રૂ.૧૫૭૦ થી ૧૬૦૦ સુધી ભાવ બોલાતા હતા.

સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ :

સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસાદનો અભાવ અને વિદેશી વાયદામાં સતત ત્રણ દિવસ તેજીને પગલે કપાસના ભાવ સતત બીજે દિવસે મણે રૂ.૧૫ થી ૨૦ વધ્યા હતા.

સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે ૩૦૦૦ મણ કપાસની આવક હતી અને કપાસના ભાવ ઊંચામાં રાજકોટ યાર્ડમાં રૂ.૧૬૭૦ , અમરેલીમાં રૂ.૧૬૪૫, સાવરકુંડલામાં રૂ.૧૬૦૦ લબોલાતા હતા. રાજકોટમાં ઊંચામાં રૂ.૫ વધ્યા હતા પણ બીજા યાર્ડોમાં ઊંચામાં રૂ.૨૫ થી ૩૦ વધ્યા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું