ઓગષ્ટ મહિનામાં આ તારીખે ગુજરાતમાં વરસાદના વધુ બે રાઉન્ડ, હળવો અને ભારે વરસાદ

ગુજરાતમાં આજે છુટા છવાયા વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે.

the gujarat weather forecast on this date in the month of August two more rounds light and heavy rain in Gujarat weather update

ગુજરાતમાં વરસાદ ના સમાચાર :

મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે.

પહેલો વરસાદનો રાઉન્ડ : આગાહી અનુસાર ઓગસ્ટ મહિનામાં તારીખ 8 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ દરમિયાન હળવો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે...

ગુજરાત વરસાદની આગાહી :

મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, આણંદ, ઉત્તર પૂર્વના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડવાની સંભાવના. બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તો એકાદ બે સ્થળે હળવો વરસાદ પડવાની સંભાવના.

સૌરાષ્ટ્રમાં વરસાદ ના સમાચાર :

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લાના છુટા છવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા પડી શકે તો જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા અને એકાદ બે સ્થળે હળવા મધ્યમ વરસાદની સંભાવના.

બીજો વરસાદનો રાઉન્ડ : ઓગસ્ટ મહિનામાં તારીખ 20 થી 25 દરમિયાન આગાહી અનુસાર સારો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ રહેશે. અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે...

કચ્છમાં વરસાદ ના સમાચાર :

કચ્છમાં છુટા છવાયા સ્થળે હળવા-ભારે ઝાપટા પડવાની સંભાવના.

નોંધ: અહીં મુકવામાં આવતી હવામાનની માહિતી હવામાનના મોડેલના આધારે મુકવામાં આવે છે, તેથી મુકવામાં આવતી માહિતીમાં ફેરફાર આવી શકે છે. માટે હવામાન સબંધી માહિતી અને પરિસ્થિતિઓ માટે ભારતીય હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું. અને અહીં આપેલ માહિતને ધ્યાનમાં લઈ કોઈ ખાનગી નિર્ણયો લેવા નહીં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું