આવતા દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા

ગુજરાતમાં આજે છુટા છવાયા વરસાદની ગતિવિધિ ચાલુ રહે.દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે. 

today gujarat weather forecast : moderate to heavy and likely some parts of rain in Gujarat the coming days

ગુજરાતમાં વરસાદ ના સમાચાર :

મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે.

ગુજરાત વરસાદની આગાહી :

મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ ,આણંદ, ઉત્તર પૂર્વના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડવાની સંભાવના. બનાસકાઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં કેટલાક સ્થળે હળવા ભારે ઝાપટા તો એકાદ બે સ્થળે હળવો વરસાદ પડવાની સંભાવના.

આગોતરું એંધાણ: ઓગષ્ટ મહિનાના પહેલા અઠવાડિયા દરમ્યાન ગુજરાતમાં અત્યાર કરતા વરસાદી ગતિવિધિમાં વધારો થઈ શકે. ઉત્તર-પૂર્વ-મધ્ય-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદનો એક રાઉન્ડ તથા સૌરાષ્ટ્ર કચ્છમાં અલગ અલગ દિવસે અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા...

સૌરાષ્ટ્રમાં વરસાદ ના સમાચાર :

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લાના છુટા છવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા પડી શકે તો જૂનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા અને એકાદ બે સ્થળે હળવા મધ્યમ વરસાદની સંભાવના. 

કચ્છમાં વરસાદ ના સમાચાર :

કચ્છમાં છુટા છવાયા સ્થળે હળવા-ભારે ઝાપટા પડવાની સંભાવના.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું