વરસાદને લીધે ગુજરાતમાં ડુંગળીનું વાવેતર ઘટતાવાની સંભાવના, ડુંગળી ના ભાવ માં ઉછાળાની આશા

ડુંગળીની બજારમાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. સારી ક્વોલિટીની ડુંગળીમાં સરેરશ લેવાલી સારી હોવાથી તેનાં ભાવ ફરી અમુક યાર્ડોમાં વધીને રૂ.૪૦૦ની ઉપર પહોંચ્યાં હતાં. આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવ બેતરફી અથડાયા કરશે.

commodity bajar samachar of onion cultivation likely to decline agriculture in Gujarat onion prices expected to rise due to gujarat rain

ગુજરાતમાં ડુંગળી નું વાવેતર :

વેપારીઓ કહે છેકે વરસાદ ખેંચાયો હોવાથી લેઈટ ખરીફ વાવેતર સરેરાશ ગત વર્ષની તુલનાએ ઓછુ થાય તેવી ધારણાં છે. વળી ગત વર્ષની તુલનાએ ડુંગળીનાં ભાવ આ વર્ષે સરેરાશ પણ ઓછા છે, જેની પણ વાવેતર ઉપર અસર પહોંચે તેવી ધારણાં છે.

મહુવા લાલ ડુંગળી ના ભાવ :

મહુવામાં લાલ ડુંગળીની ૫૨૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૬૨થી ૪૨૬નાં હતાં. જ્યારે સફેદની ૨૭૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૭ર૨થી ૩૭૧નાં ભાવ હતાં.

વરસાદ ખેંચાયો હોવાથી ડુગળોનાં વાવેતર ઉપર અસર થવાની સંભાવના...

રાજકોટ ડુંગળી ના ભાવ :

રાજકોટમાં બે હજાર ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૧૧૦થી ૩૬૦નાં ભાવ હતાં.

ગોંડલ લાલ ડુંગળી ના ભાવ :

ગોંડલમાં લાલની ૮ હજાર ક્ટાની આવક સામે ભાવ રૂ.૧૨૧થી ૩૨૧ અને સફેદમાં ૭૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૫૧થી ૨૦૧નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું