ગુજરાતમાં નવી મગફળીની આવકોમાં સતત વધારો થતા, મગફળી ના ભાવમાં ઉછાળો

નવી મગફળીની આવકો એકથી વધુ સેન્ટરોમાં આવી રહી છે. આજે ગોડલ-રાજકોટ, હળવદ અને જામનગરમાં પણ નવી મગફળીની આવક થઈ હતી. હાલ આવકો ઓછી છે અને ક્વોલિટી પણ બહુ જ ખરાબ આવે છે, પરંતુ સરેરાશ મગફળીની આવકો શરૂ થઈ હોવાથી બજારનું સેન્ટીમેન્ટ બદલાય શકે છે. બીજી તરફ દાણાની બજારમાં તહેવારોની ઘરાકીનાં કારણે મજબૂતાઈ જોવા મળી હતી.

agri market of peanut income increase agriculture in Gujarat groundnut price hike due to gujarat Ganesh Chaturthi 2021

ગુજરાતમાં નવી મગફળી ની અવાક :

નવી મગફળીની ગોંડલમા ૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ ૩૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૪૦૦નાં હતાં. જ્યારે જૂનીની ૧૫૦૦ જેવી હતી, જેમાં સારી મગફળીમાં ઉપરમાં રૂ.૧૧૦૦થી ૧૨૦૦ અને એકાદ વકલમાં રૂ.૧૩૭૦ સુધીનાં ભાવ હતાં, ઉનાળુ મગફળીમાં રૂ.૧૨૫૦ થી ૧૩૦૦નાં ભાવ હતાં.

ગુજરાતમાં ગણેશ મહોત્સવમાં મગફળીની ઘરાકી નીકળતા કોમર્શિયલ સીંગદાણાના ભાવ માં ટને રૂ.૨૦૦૦નો ઉછાળો...

મગફળી ના ભાવ રાજકોટ :

રાજકોટમાં મગફળીની એકાદ હજાર ગુણીની આવક હતી, જેમાં અમુક જથ્થો નવો પણ હતો. ભાવ જૂનીમાં ટીજે-૩૭માં રૂ.૧૨૦૦થી ૧૨૮૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૧૨૦૦ થી ૧૨૮૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૧૨૦૦ થી ૧૨૩૦, જી-ર૦માં રૂ.૧૩૦૦ થી ૧૩૫૦નાં ભાવ હતાં. જ્યારે સારી ક્વોલિટીમાં રૂ.૧૪૦૦નાં ભાવ હતાં.

નવી મગફળી ના ભાવ :

નવી મગફળીમાં ૩૯ નંબરમાં ર.૯૦૦ થી ૧૦૫૦, ર૪ નં.માં ર.૧૦૮૦, ટીજે૩૭માં રૂ.૭૦૦, રોહીણીમાં રૂ.૯૨પ થી ૯૫૦નાં ભાવ હતાં. 

જામનગર મગફળી ના ભાવ :

જામનગરમાં ૩૦ ગુણી ની આવક હતી અને ભાવ જીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૧૦ અને જાડીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦ના ભાવ રહ્યા હતા.

હળવદ મગફળી ના ભાવ :

હળવદમાં પણ ૨૦૦ ગુણીની આવક થઈ હતી, ભાવ ૩૮ નંબરમાં રૂ.૧૦૩૦ થી ૧૦૫૦ અને ૨૪ નંબરમાં રૂ.૧૦૪૦નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું