ગુજરાત અને અન્ય રાજ્યોમાં કપાસની આવક માં સતત વધારો છતાં કપાસના ભાવ માં તોતિંગ ઉછાળો

કપાસની આવકો સતત વધતી જાય છે. ગયા સપ્તાહે પીઠાઓમાં ૧૮.૪૬ લાખ મણની આવક નોંધાઇ હતી જેની સામે ચાલુ સપ્તાહે કપાસની આવક વધી ૧.૨૧ લાખ મણ વધી ૧૯.૬૭ લાખ મણ નોંધાઇ હતી. ગત સપ્તાહે બોટાદ સેન્ટરમાં સૌથી વધુ ૯૦ હજાર મણથી લઇને એક લાખ મણ સુધીની દૈનિક આવકો નોંધાઇ હતી. 

real time commodity market of cotton price hike agriculture in Gujarat due to cotton revenue sharp rise

હાલ પરપ્રાંતમાં મહારાષ્ટ્ર ઓરંગાબાદ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા સહિતના રાજ્યોમાંથી કપાસનો જથ્થો ઠલવાઇ રહ્યો હોઇ, પરંતુ ભાવની દ્રષ્ટિએ અને ક્વોલિટીની દ્રષ્ટિએ સ્થા1હનિક કાઠિવાડના ગામડાઓનો કપાસ જીનર્સોમાં ખાસ ઓન ડિમાન્ડ જોવા મળી રહ્યો છે. હાલ જીનોમાં દીવાળી - દેવદીવાળી બાદ પુરજોશમાં કામકાજનો દૌર શરૂ થઇ થશે તેવો આશાવાદ અગ્રણી બ્રોકરો સેવી રહ્યા છે.

જીનર્સોમાં ખરીદીને લઇને પરપ્રાંતના કપાસની સામે ઘરઆંગણાના એટલે કે ગુજરાતના કપાસની વધુ ડિમાન્ડ...

ગયા સપ્તાહે ગુજરાતમાં લોકલ કપાસની સાથે મેઇનલાઇન તરફથી છૂટી છવાઇ આવકો તો હતી જ સાથે સાથે મહારાષ્ટ્ર બાદ ઓરંગાબાદ, કર્ણાટક અને તેલંગાણા રાજ્યમાંથી આવેલા કપાસમાં રૂટિન કામકાજ જોવા મળ્યા હતા. અગ્રણી બ્રોકરો કહે છે કે, ગયા સપ્તાહે એક અંદાજ મુજબ પરપ્રાંતમાંથી અંદાજે ૨૫૦૦ ગાડીઓ ઠલવાઇ હતી તો સામે સ્થાનિક કાઠિયાવાડના કપાસમાં અંદાજિત ૪૫૦૦ થી ૫૦૦૦ ગાડીઓના કામકાજ થયા હતા.

ખેડૂતોને કાચા કપાસમાં ઊંચામાં રૂ.૧૮૦૦ સુધીના ભાવ મળી રહ્યા છે, બોટાદ સેન્ટરમાં સૌથી વધુ ૬.૫ લાખ મણ કપાસની સાપ્તાહિત આવક...

ગુજરાતના પીઠાઓમાં કપાસના પ્રતિ મણના અઠવાડિક સરેરાશ ભાવ રૂ.૭૦૦ થી ૧૮૦૦ સુધીના બોલાયા હતા. જીનર્સો દ્વારા દીવાળી બાદ ધૂમ ખરીદી શરૂ થશે તેવું લાગી રહ્યું છે. 

સૌરાષ્ટ્રમાં બોટાદ, ઢસા, હડમતાલા, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, બાબરા, માણાવદર તેમજ ઉત્તર ગુજરાતમાં કડી - વિજાપુર લાઈનમાં કપાસ માર્કેટમાં કામકાજનો પ્રવાહ વધ્યો છે. ગામડે બેઠલા ખેડૂતો દ્વારા પીઠાઓમાં ઠલવાઇ રહેલા કપાસના પ્રતિ મણે ઊંચામાં રૂ.૧૮૦૦ સુધીના ભાવ બોલાઇ રહ્યા છે. 

મહારાષ્ટ્ર, મેઇનલાઇન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાના કપાસમાં ૫૦ પોઇન્ટ સુધીની હવા સામે કાઠિયાવાડના કપાસમાં હવાનું પ્રમાણ ૧૫ પોઇન્ટ...

સપ્તાહના આખરી દિવસોમાં ગુજરાતમાં મહારાષ્ટ્રના કપાસની આવકો ઘટી હતી, દૈનિક જે ૨પ૦જવી ગાડીઓ આવતી હતી, તે ઘટીને ૧૫૦ ગાડીઓ થઇ ગઇ હતી. બ્રોકરોના મતે મહારાષ્ટ્રના ખેડૂતોને ત્યાં ઘરઆંગણે જ કપાસનો સારો ભાવ મળી રહ્યો છે તેમજ ત્યાંના કપાસમાં હવા અને ભેજનું પ્રમાણ હજુ પણ અહીંના કપાસ કરતા ખાસ્સું આવતુ હોઇ, અહીં લેવાલી ઓછી હોવાથી તેમજ પડતર ન હોવાથી મહારાષ્ટ્રની આવકો સતત ઘટવા તરફ છે.

ગુજરાતના માર્કેટ યાર્ડઓમાં કપાસમાં ૩.૧૬ લાખ મણની આવકે પ્રતિ મણના કપાસનો ભાવ ૧૭૮૦ એ અથડાયો...

બ્રોકરો કહે છે કે, બજારમાં કંપાસની સતત આવકો વધી રહી છે, આવકોનું પ્રેશર ઊંચુ જઇ રહ્યું છે છતાં બજાર દબાતી નથી. બજારના ટ્રેન્ડ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. બજાર રોજે રોજ વધે છે, સાથે રોજે રોજ તેજી થાય છે. ન્યૂયોર્ક, એમ.સી.એક્સ સહિતના વાયદાઓ વધતા જાય છે, સમજણ પડતી નથી કે, બમ્પર આવકો છે છતાં બજાર કેમ મચક નથી આપતું.

એવું લાગે છે કે, દીવાળી - દેવદીવાળી બાદ આવકોનું પ્રેશર ખુબ જ વધશે ત્યારે બજાર ઘટાડો દેખાશે તેવા સંકેતો મળી રહ્યા છે. ખેર, હાલ બ્રોકરો, જીનર્સો મહદઅંશે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. હાલ બજાર ભાવને લઇને એકંદરે ટકેલું છે. સારા કપાસની ખૂબ જ ડિમાન્ડ છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું