મગફળીમાં ઓછી વેચવાલી ના કારણે મગફળીના ભાવમાં સ્થિરતા નો માહોલ જોવા મળ્યો

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ગોંડલમાં નવી આવકો કરતાં ૧.૨૦ લાખ ગુણીની આવક થઈ હતી, જે ધારણાં કરતાં ઓછી છે. અગાઉ આવક થઈ ત્યારે બે લાખ ગુણીની થઈ હતી. હવે નવી આવકો માત્ર લાભ પાંચમે જ શરૂ કરવામાં આવશે તેવી યાર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે. આમ દિવાળી બાદ નવી આવકો કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

real time commodity market of due to low sales in peanut agriculture in Gujarat groundnut price stable

ગુજરાતમાં હાલ ભાવનગર, જામનગર અને કચ્છમાંથી સાઉથવાળાની લેવાલી સારી છે અને તેઓ સારી ક્વોલિટીનું બિયારણમાં કામ આવે તેવી મગફળી ઊંચા ભાવથી ખરીદ કરી રહ્યાં હોવાથી તેનો ટેકો મળી રહ્યો છે.

ગોંડલમાં મગફળીનાં ૪૦થી ૪૨ હજાર ગુણીનાં વેપારો થયા હતાં. ભાવ જી-૨ર૦માં રૂ.૧૦૦૦થી ૧૨૦૦, ૩૯ નબંરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦ અને જીણી અન્ય જાતોમાં રૂ.૮૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

ગુજરાતમાં સારી ક્વોલિટીનાં બિયારણ માલોમાં સાઉથવાળાની ખરીદીથી મગફળીની બજારને ટેકો...

રાજકોટમાં ૧૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ રોહીણીમાં રૂ.૯૫૦થી ૧૦૬૦, ૨૪ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૧૫૦, ૩૭ નંબરમાં રૂ.૯૨૦થી ૧૦૮૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૪૦ અને જી-૨૦માં રૂ.૯૮૦થી ૧૧૫૫નાં ભાવ હતાં. બીટી ૩૨ નંબરમાં રૂ.૬૭૦થી ૧૦૭૦નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨રપનાં ભાવ હતાં.

હળવદમાં ૨૦ હજાર ગુણીનાં વેપારો હતાં. ભાવ પીલાણમાં રૂ.૬૦૦થી ૧૦૦૦ અને દાણાબરમાં રૂ.૧૦૫૦થી ૧૧૦૦ સુધીના ભાવ હતાં.

હિંમતનગરમાં ૧૫ હજાર ગુણીની આવક હતી. ડીસામાં ૫૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૮૦થી ૧૨૫૧નાં ભાવ હતાં.

પાલનપુરમાં ૪૦ હજાર ગુણી, પાથાવાડામાં ૫૦ હજાર ગુણી અને ઈડરમાં ૭ હજાર ગુણીની આવક થઈ હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું