ગુજરાતમાં સારા કપાસની આવકો શરૂ થતા, કપાસના ભાવમાં ઉછાળાની સંભાવના

ક્પાસ બજારમાં સોમવારે ભાવ ઉચકાયા હતા, મહારાષ્ટ્રથી અંદાજિત ૧૬૦ થી ૧૭૦ ગાડીઓની કપાસની આવકો હતી, દરમિયાન મેઇન લાઇન અને લોકલની અંદાજે ૫૦ થી ૬૦ ગાડી કપાસની આવકો ખપી હતી. અગ્રણી બ્રોકરો કહે છે કે, કપાસની ક્વોલિટી સુધરતા ભાવ ઉચકાયા હતા. 

today commodity news good quality cotton income starting agriculture in Gujarat cotton price are likely to rise


મહારાષ્ટ્ર લાઇનમાંથી આવતા કપાસના પ્રતિ મણના રૂ.૧૩૦૦ થી લઇને ૧૫૫૦ - ૧૬૦૦ સુધીના ભાવ બોલાયા હતા, તો લોકલ અને મેઈન લાઇન તરફથી આવેલા કપાસના રૂ.૧૪૦૦ થી ૧૭૦૦ સુધીના ભાવ બોલાયા હતા. એકંદરે પાંચેક રૂપિયા બજાર સુધરી હતી.

ઉત્તર ગુજરાતમાં કડી ખાતે મહારાષ્ટ્રમાંથી ૧૦૦ ગાડી અને લોકલ અને મેઈન લાઇનની મળી બીજી ૧૦૦ એટલે કુલ ૨૦૦ ગાડીની આવકો હતી. સારા કપાસમાં ઉચામાં રૂ.૧૪૬૦૦ના ભાવે કામકાજ થયા હતા. કપાસમાં દિવસે ને દિવસે ક્વોલિટી સુધરતી જાય છે, હાલ હવાનું પ્રમાણ ઘટી ૩૦ થી લઇ ૬૦ સુધી જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :

જીનર્સોની લેવાલી શરૂ થઇ છે, એટલે જ માર્કેટમાં આવકો વધી છે. બ્રોકરો તેમ પણ કહે છે કે, હાલ રૂ તો વેચાઈ જાય છે પરંતુ કપાસિયામાં તકલીફ પડી રહી હોવાથી જીનર્સો ધીમે ધીમે કામકાજ કરી રહ્યા છે. વિજાપુર પંથકમાં કપાસની લોકલ ૧૫ થી ૧૭ ગાડી અને મહારાષ્ટ્રની ૨૦ ગાડીઓની આવકો નોંધાઈ હતી.

મહારાષ્ટ્રનો કપાસ ઊંચામાં રૂ.૧૬૦૦ સુધી ખપ્યો હતો, તો લોકલ પીઠાઓનો સારી ક્વોલિટીનો કપાસ રૂ.૧૭૦૦ સુધી ખપ્યો હતો. કપાસમાં ક્વોલિટી સુધરતા ભાવ વધ્યા છે. જલગાવ તરફથી આવેલા ૩રના ઉતારા વાળો અને ૫૦ થી પપ પોઇન્ટ હવા હોઇ તેવા કપાસના રૂ.૧૪૦૦ થી ૧૫૦૦ બોલાયા હતા. 

સૌરાષ્ટ્રના બ્રોકરો કહે છે કે, મહારાષ્ટ્રના કપાસની અંદાજિત ૪૦ થી ૫૦ ગાડીઓની આવક હતી. લોકલ પીઠાઓમાં આજે કપાસની ત્રણેક લાખ મણની આવકો નોંધાઇ હતી. લોકલમાં નવા કપાસની આવકોનો ધમધમાટ વધવા લાગ્યો છે. કપાસમાં ક્વોલિટી સુધરી હોવાથી ઊંચામાં રૂ.૧૫૦૦ થી ૧૬૦૦ સુધીના ભાવ બોલાવા લાગ્યા છે. જીનો શરૂ થઇ ગઇ હોવાથી ઘરાકી હોવાથી બજાર સુધર્યું છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું