ગુજરાતના માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં સ્થિરતા, સીંગદાણા અને મગફળીના ભાવ ઘટવાની સંભાવનાં

મગફળીની આવકો હાલ સ્ટેબલ થઈ ગઈ છે, પંરતુ બીજી તરફ સીંગદાણાની બજારમાં લેવાલી ન હોવાથી અને નિકાસકારોની માંગ પૂરી થઈ હોવાથી ભાવમાં ટને રૂ.૨૦૦૦નો ઘટાડો થયો હતો, જેને પગલે આજે ડિલીવરીનાં વેપારોમાં ખાંડીએ બપોર બાદ રૂ.૫૦૦ થી ૭૦૦ નીકળી ગયાં હતાં. શનિવારે પીઠાઓમાં પણ ભાવ ઘટે તેવી પૂરી સંભાવનાં છે.

today live commodity market of peanut income stabile in Gujarat groundnut and singdana price probability to fall


ડીએસએન એગ્રી બ્રોકર્સનાં નિરજ અઢીયાએ જણાવ્યું હતુંકે દાણામાં ઓક્ટોબરમાં ૮થી ૧૦ હજાર ટનનાં વેપારો થયા બાદ હવે નવેમ્બર ડિલીવરીમાં કોઈ ખાસ વેપારો નથી અને સિકાસકારો પણ હાલ હટી ગયા છે, જેને પગલે ટને રૂ.૧૫૦૦ થી ૨૦૦૦ નીકળી ગયા છે. કન્ટેઈનરની પણ મોટી અછત હોવાથી પણ બજારો ઢીલા થઈ ગયા છે.

ગોંડલમાં મગફળીનાં ૩૨ હજાર ગુણીનાં વેપારો થયા હતાં. ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૨૨૫, ૩૯ નબંરમાં રૂ.૯૦૦ થી ૧૧૫૦ અને જીણી અન્ય જાતોમાં રૂ.૯૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.

સોરાષ્ટ્રના ગોંડલમાં આજે મગફળીની આવકો કેટલી થાય છે તેનાં ઉપર બજારની નજર રહેશે...

રાજકોટમાં ૧૭ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ર૪ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૧૪૦, ૩૭ નંબરમાં રૂ.૬૩૦ થી ૧૧૦૦, ૩૯ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૨૦ અને જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૭૪નાં ભાવ હતાં. ૬૬૪૬ નંબરમાં રૂ.૧૧૩૦ થી ૧૩૦૦નાં ભાવ હતાં.

હળવદમાં ૩૨ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ કોકાકોલામાં રૂ.૧૦૦૦ થી ૧૦૨૫ અને સારી મગફળીમાં રૂ.૧૧૫૦ થી ૧૨૫૦ સુધીના ભાવ હતાં. આવકો વધારે હોવાથી આજે બે ટાઈમ હરાજી થઈ હતી.

આ પણ વાંચો :

હિંમતનગરમાં રપ હજાર ગુણીની આવક હતી અને જાળીનાં ભાવ નીચામાં રૂ.૧૦૧૫ અને ઊંચામાં ૧૩૮૬નાં ભાવ હતાં.

ડીસામાં ૬૧ થી ૬ર હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૪૦ થી ૧૩૨૧નાં ભાવ હતાં.

પાલનપુરમાં ૩૨ હજાર ગુણી, પાથાવાડામાં ૪પ હજાર ગુણી અને ઈડરમાં ૧૦ હજાર ગુણીની આવક થઈ હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું