ગુજરાતમાં ડુંગળીના ભાવ માં સતત ઘટાડો, જાણો કયારે વધશે ભાવ ?

ડુંગળીની બજારમાં નરમાઈનો દોર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં તમામ સેન્ટરમાં આવકો વધી હતી. મહુવામાં પણ હવે આવકો વધવા લાગી હોવાથી ભાવમાં મણે રૂ.ર૦ થી રપનો લાલ ડુંગળીમાં જોવા મળ્યો હતો.

agri commodity market news of onion price today continue to fall in Gujarat mahuva market yard onion income increased

આગામી દિવસોમાં આવકો કેવી આવે છે તેનાં ઉપર છે, પંરતુ વેપારીઓ કહે છેકે જાન્યુઆરી મહિનાથી આવકોમાં વધારો થાય તેવી સંભાવનાં છે.

ગુજરાતમાં ડુંગળીનાં ભાવ જાન્યુઆરીથી વધુ ઘટે તેવી પણ સંભાવનાં...

મહુવામાં શુક્રવારે લાલ ડુંગળીની ૩૧ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૦૦ થી ૪૨ર૬નાં હતાં. જ્યારે સફેદની ૯૩૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૨૧ થી ૪૯૭નાં ભાવ હતાં. લાલની પાછળ સફેદનાં ભાવ પણ ઘટે તેવી સંભાવનાં છે.

રાજકોટમાં ડુંગળીની આવક નવી નહોંતી, પંરતુ પેન્ડિંગ માલમાંથી હરાજી થઈ હતીઅને ભાવ રૂ.૯૦ થી ૪૪૦નાં રહ્યાં હતાં.

ગોંડલમાં ૨૬૭૦૦ ક્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૭૧ થી ૪૦૧નાં હતાં. વેપારીઓ કહે છેકે ડુંગળીનાં ભાવ તમામ સેન્ટરમાં રૂ.૪૦૦ની અંદર આગામી દિવસોમાં ઉતરી જાય તેવી ધારણાં છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું