ગુજરાતમાં ઘઉંની બજારમાં આવકો ઓછી થતા ઘઉંના ભાવમાં પણ ઘટાડો કેવા રહેશે ભાવ ?

ઘઉંની બજારમાં ભાવ ઊંચી સપાટીથી ગયા સપ્તાહમાં થોડા ઘટ્યાં હતાં. ગુજરાતમાં ખુલ્લા બજારમાં ઘઉંની ખાસ આવકો થતી નથી. વૈશ્વિક ભાવ ઘટ્યાં હોવાથી લોકલ નિકાસકારોની અને મલ્ટીનેશનલ કંપનીઓની ઊંચા ભાવથી લેવાલી ઘટી હોવાથી ભાવમાં મણે રૂ.૧૦નો ઘટાડો થયો છે.

today commodity marker news of wheat income slightly lower agriculture in Gujarat wheat price fall Globally

આગામી દિવસોમાં ઘઉંની બજારમાં ભાવ હવે વધે તેવા સંજોગો દેખાતા નથી. વેપારીઓ કહે છે કે જો વૈશ્વિક ભાવમાં બહુ ઘટાડો થયો તો બજારમાં ભાવ હજી નીચા આવી શકે છે,પંરતુ જો વૈશ્વિક ભાવ ન ઘટે તો લોકલ બજારમાં ભાવ અથડાયા કરે તેવુ લાગે છે. હાલનાં તબક્કે વાવેતરનાં રિપોર્ટ નબળા આવી રહ્યાં છે.

વૈશ્વિક ઘઉનાં ભાવ ઘટતા લોકલમાં પણ ભાવ થોડા દબાશે, નવી સિઝન સુધી મોટો ઘટાડો નહીં...

સમગ્ર દેશમાં ઘઉંનું વાવેતર સામાન્ય રીતે ૩૦૦ લાખ હેકટર ઉપર થતું હોય છે જેની તુલનાએ ચાલુ વર્ષે ગત સપ્તાહ સુધીનાં છેલ્લા આંકડાઓ મુજબ ૨૫૦ લાખ હેકટર જેવું વાવેતર થયું છે. આમ ૫૦ લાખ હેકટરનો ઘટાડો અત્યારના સંજોગોમાં બતાવે છે. જોકે સિઝનને અંતે ૧૦થી ૨૦ લાખ હેકટરમાં વાવેતર માંડ ઘટે તેવું દેખાય રહ્યં છે.

પરિણામે નવી સિઝનમાં ઘઉનાં ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો થાય તેવી ધારણાં નથી. હાલના સંજોગોમાં ભારતીય ઘઉંની શિકાસ માંગ ખુબ જ સારી છે અને હજી માર્ચ મહિના સુધી સારી માંગ રહે તેવી ધારણાં છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું