ગુજરાતમાં ઠંડીના કારણે વેપારમાં ઘટાડો જણાતા મગફળીના ભાવમાં આવ્યો ઘટાડો

હાલ મગફળીની બજારમાં ઠંડો માહોલ યથાવત છે. વરસાદી માહોલને પગલે મગફળીની બજારમાં નવું કોઈને કંઈ લેવું નથી અને તેલ, ખોળ અને દાણા બધુ જ ડાઉન-ડાઉન છે. પરિણામે મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦ થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી નીચા આવે તેવી સંભાવનાં છે. હાલમાં કોઈ લેવાલ નથી એટલે બજારનો ટોન આખો નરમ બની ગયો છે.

today live commodity news of groundnut price down in Gujarat peanut market trade decrease Due to the winter in Gujarat

ગોંડલમાં ૩૦ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦ના હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૬૦૦ થી ૧૦૫૦ના ભાવ હતાં. ર૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

મગફળીમાં જો ગભરાટભરી વેચવાલી આવી તો ભાવ વધુ તુટશે અથવા તો સરકારમાં જવા લાગશે...

રાજકોટમાં ૮ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૬૫૦ થી ૧૦૮૦, ૨૪ નં. મઠડીમાં રૂ.૧૦૩૦ થી ૧૧૦૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૯૭૦ થી ૧૦૭૦, ૩૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૦૨૦, જી-૨૦માં રૂ.૧૦૪૦ થી ૧૧૫૦, બીટી ૩૨ રૂ.૧૦૨૦ થી ૧૦૮૫નાં ભાવ હતાં.

હળવદમાં ૧૫ હજાર ગુણીની આવક હતીઅને ભાવ નબળા માલમાં રૂ.૯૦૦ થી ૯રપ અને સાર માલમાં રૂ.૧૦૦૦ થી ૧૦૫૦૦નાં ભાવ હતાં.

હિમ્મતનગરમાં રપ હજાર ગુણીની આવક થઈ હતી અને ૧૫ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ રૂ.૧૦૦૦ થી ૧૫૦૪નાં હતાં, જેમાંથી મોટા ભાગનાં માલનો ભાવ રૂ.૧૪૦૦ આસપાસનાં બોલાયાં હતાં.

ડીસામાં ર૩ થી ર૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ નીચામાં રૂ.૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૨૯૩નાં હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું