ગુજરાતના ખેતરોમાં કપાસ બહુ જ ઓછા ઊભા હોવાથી ફરી કપાસના ભાવમાં ઉછાળો

રૂના ભાવ વાયદાની તેજીને કારણે સુધરતાં તેની પાછળ ગુરૂવારે સતત બીજે દિવસે કપાસના ભાવમાં સૌરાષ્ટ્રમાં મણે રૂ.૧૦ થી ૧૫ અને કડીમાં મણે  રૂ.૫ થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. 

commodity market news of cotton price today hike in Gujarat cotton farm income decrease in coming days

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ભલે બધા વાત કરે પણ હવે ખેતરોમાં કપાસ બહુ જ ઓછા ઊભા છે ખેડૂતોના ઘરમાં પકકડવાળા કપાસનો સ્ટોક હજુ ઠીક-ઠીક છે પણ ખેડૂતોના ઘરમાં પડેલા કપાસ પુરા ૩૭ થી ૩૮ ઉતારાના અને સારી કવોલીટીના કપાસ વધારે છે.

એક વાત પાકી છે કે જેટલો કપાસ આવ્યો તેટલો કપાસ હવે આવવાનો નથી અને હવે જે ખેતરમાં કપાસ ઊભો છે તે ફરધર જેવો વધારે હશે. મહારાષ્ટ્રમાંથી હાલ ફરધર કપાસની થોડી થોડી આવક ચાલુ છે તેના ભાવ રૂ.૧૫૫૦ થી ૧૬૦૦ બોલાય છે. 

ગુરૂવારે જીનપહોંચ એકદમ સારી કવોલીટીન કપાસના રૂ.૨૦ વધીને રૂ.૧૯૮૦ થી ૧૯૯૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના રૂ.૧૯૦૦ ટકેલા હતા.

કડીમાં ગુરૂવારે મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને માંડ ૭૦ ગાડીની જ રહી હતી, બધુ મળીને ૨૫૦ સાધનોની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂ.૧૯૩૦-૧૯૪૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂ.૨૦૨૦ના ભાવ હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું