ડુંગળીના ભાવ આગામી દિવસોમાં બજારની સરેરાશ લેવાલી ઉપર આધાર

ડુંગળીનાં પાકમાં કમોસમો વરસાદથી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નુકસાન પહોંચ્યું છે, કમોસમી વરસાદને પગલે ડુંગળીનાં પાકમાં બગાડ વધ્યો હોવાથી બજારમાં તેજી આવી છે.

commodity market news of onion price today in Gujarat onion market income depend on the trading

ડુંગળીનાં ભાવ આજે ઊંચામાં રૂ.૫૦૦ને પાર કરી ગયાં હતાં, વેપારીઓ કહે છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં નુકસાન વધારે થયું છે, જેને પગલે નવી સિઝન પણ લેઈટ થશે અને ઉતારા પણ ઘટી શકે છે. સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.

ક્વોલિટી માલોની અછત ઊભી થાય તેવી ધારણાં છે, જેને પગલે બજારો ભાગ્યાં છે. ડુંગળીની આવકો થોડી લેઈટ થશે, પંરતુ હવે તબક્કાવાર વધારો જોવા મળશે. આગામી દિવસોમાં બજારમાં સરેરાશ લેવાલી કેવી રહેશે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

મહુવામાં લાલ ડુંગળીની ૬૦ હજાર થેલાની આવક હતી જેમાં હવે ક્રમશઃ વધારો જોવા મળશે, અને ભાવ રૂ.૧૫૦ થી ૫૦૪ના હતાં. જ્યારે સફેદની ૯૩૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧રપ થી ૪રરનાં હતાં. સરેરાશ રૂ.૨૫ અપ હતાં.

ગોંડલમાં ૩૬ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૦૧ થી ૪૭૧નાં હતાં...

ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં નબળામાં રૂ.૧૦૦ થી ૧૫૦ અને મિડીયમ માલમાં રૂ.૨૦૦ થી ૩૦૦ અને સારા માલમાં રૂ.૩૦૦ થી ૪૦૦ વચ્ચે ક્વોટ થઈ રહ્યાં છે. અમુક વકલો રૂ.૪૦૦ની ઉપર જાય છે.

સારો માલ બહુ ઓછો આવે છે. બજારમાં આગળ ઉપર લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. મહારાષ્ટ્ર અને મઘધપ્રદેશમાં પાકને નુક્સાન કેટલું થયુ છે તેનાં ઉપર આગળનાં ઘટાડાનો આધાર રહેલો છે, પંરતુ બજારો ઘટશે એ વાત નક્કી છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું