ઉનાળુ મગફળીની બિયારણની માંગ નીકળતા મગફળીના ભાવમાં સુધારો

મગફળીની બજારમાં લેવાલીનાં ટેકે ભાવમાં સરેરાશ રૂ.૧૦ થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં આગળ ઉપર સીંગદાણા અને પિલાણ મિલોની લેવાલી સારી રહેશે તો બજારો હજી વધે તેવી ધારણાં છે.

commodity market news of peanut seeds price today hike agriculture in Gujarat groundnut seeds demand to improve

મગફળીમાં ગામડા ઊંચા હોવાથી ખેડૂતો હાલ વેચવાલ નથી, પરિણામે આવકો ખાસ વધતી નથી. ઉનાળુ મગફળીની બિયારણની માંગ હાલ ચાલુ છે અને તેમાં માંગ સારી હોવાથી સરેરાશ બજારને ટેકો મળી રહ્યો છે.

ગોંડલમાં ૬૦ હજાર ગુણીની આવક થઈ હતી, જેમાંથી ર૪થી રપ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૬૪૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૧૦૦ના ભાવ હતાં. ર૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં. ૬૬ નંબરમાં અમુક વકલમાં રૂ.૧૩૦૦ થી ૧૩ર૨૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૩ર હજાર ગુણીની આવક હતી અને ૧૨ થી ૧૩ હજાર ગુણીનાં વેપાર હતાં. રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૦૮૦, ર૪ નંબરમાં રૂ.૧૦૩૦ થી ૧૧૩૦, ૩૭ નં.માં રૂ.૯૦૦ થી ૧૦૬૦, ૩૯ નં.માં રૂ.૮૫૦ થી ૧૦૨૦, જી-ર૦માં રૂ.૯૭૦ થી ૧૧૫૦,બીટી ૩રમાં રૂ.૧૦૦૦ થી ૧૦૮૦નાં ભાવ હતાં.

હિંમતનગર ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ નીચામાં રૂ.૧૦૩૦ અને વધુમાં વધુ ૧૫૧૦નાં ભાવ રહ્યા હતાં.

ડીસામાં ૩૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ નીચામાં રૂ.૧૦૦૦ અને ઊંચામાં ૧૨૨રનાં રહ્યા હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું