મગફળીની વેચવાલીમાં સતત ઘટાડો થતા મગફળીના ભાવમાં સરેરાશ મજબુતાઈનો માહોલ

હાલ મગફળીની બજારમાં વેચવાલીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને બીજી તરફ ભાવ સરેરાશ શનિવારે મજબૂત સપાટી પર ટકેલા રહ્યાં હતાં. ઉતરાયણનાં તહેવારો દરમિયાન ત્રણ દિવસ રજાનો માહોલ હોવાથી ખાસ કોઈ મોટા વેપારો શનિવારે થયા નહોંતાં. 

commodity market news of today groundnut price in Gujarat average strength due to continuous decline peanut market sales

સોમવારથી રેગ્યુલર વેપારો શરૂ થાય તેવી ધારણા છે. બીજી તરફ ગોંડલમાં મગફળીની મોટી આવકો હવે પૂરી થઈ ગઈ છે અને દૈનિક ધોરણે વેપારો જેટલી જ આવકો રોજ શરૂ થવા લાગી છે. ગોંડલમાં એવરેજ હવે ૧૫થી ર૦ હજાર ગુણીની આવક થાય તેવી ધારણાં છે અને તબક્કાવાર તેમાં ઘટાડો જોવા મળશે.

ગોંડલ માર્કેટયાર્ડ માં મગફળીની આવકો હવે રોજ-રોજનાં વેપારો પ્રમાણે શરૂ થવા લાગી...

ઉનાળુ બિયારણ માટે મગફળી-દાણાની માંગ નીકળી છે, જેમાં ચાલુ સપ્તાહથી વધારો થવાની ધારણાં છે. જેમણે કપાસ કાઢી લીધો છે, એવા ખેડૂતો હવે તબક્કાવાર ઠંડી ઓછી થયા બાદ વાવેતર શરૂ કરે તેવી ધારણાં છે. રેગ્યુલર વાવેતર ફેબ્રુઆરીર મહિનાથી શરૂ થવાની ધારણાં છે.

ગોંડલ માર્કેટયાર્ડ માં ૧૭થી ૧૮ હજાર ગુણીની આવક હતીઅને ૨૧ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૭૦નાં હતા. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૬૯૫૦ થી ૧૧૦૦ના ભાવ હતાં. ૩૭ નંબર અને ર૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં. અમુક સુપર ક્વોલિટી રૂ.૧૧૫૦ સુધીમાં ખપી હતી.

રાજકોટ માર્કેટયાર્ડ માં ૧૦ હજાર ગુણીની આવક હતી. ભાવ રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦, ર૨૪ નંબરમાં રૂ.૧૦૩૦ થી ૧૧૦૦, ૩૭ નં.માં રૂ.૯૦૦ થી ૧૦૮૦, ૩૯ નં.માં રૂ.૮૫૦ થી ૧૦૩૦, જી-ર૦માં રૂ.૬૯૭૦ થી ૧૧૫૦, બીટી ૩રમાં રૂ.૧૦૦૦ થી ૧૧૧૦નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું