ઘઉંની આવકો ઘટતા મકરસંક્રાંતિ બાદ ઘઉંના ભાવમાં સુધારાની સંભાવનાં, કેવા રહેશે ભાવ?

ઘઉંની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યાં છે. તહેવારો પૂર્વે ઘઉંની આવકો મોટા ભાગનાં સેન્ટરમાં ઓછી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે નવી સિઝન સુધી આવકો વધે તેવા કોઈ અણસાર દેખાતા નથી. પરિણામે આગળ ઉપર સુધારો જોવા મળી શકે છે.

commodity market news of today wheat price stable in Gujarat apmc wheat price increase after Makar Sankranti kite festival Uttarayan

ઘઉંનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતુ કે આવકો ઓછી થવા લાગી હોવાથી ઉતરાયણ બાદ આગામી સપ્તાહે ગમે ત્યારે એક સુધારો આવે તેવી સંભાવનાં છે. કંપનીઓની ઘઉંની ખરીદી હાલનાં તબક્કે બહુ ઓછી છે, પંરતુ આગામી દિવસોમાં તેમાં હજી લેવાલી સુધરશે તો સુધારાને ટેકો મળે તેવી ધારણાં છે.

ઘઉંમાં નિકાસકારોની લેવાલી ઉપર પણ સમગ્ર ઘઉંની બજારનો આધાર...

રાજકોટ યાર્ડમાં ૧૫૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ લોકવનમાં રૂ.૪૦૩ થી ૪૩૨ અને ટૂકડામાં રૂ.૪૦૯ થી ૪૭૭નાં ભાવ હતાં.

ગોંડલમાં ૧૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૩૯૪ થી ૪૫૪ અને ટૂંકડામાં રૂ.૩૯૮ થી ૫૧૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૦૦ થી ૪૦૫, મિડીયમમાં રૂ.૪૧૫ થી ૪૩૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૪૦ થી ૪પપનાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું