હાલ જીનર્સોની ખરીદીમાં ઘટાડો થતા કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

ગુજરાત કપાસમાં બજાર પ રૂપિયા ઠંડુ હતું. સૌરાષ્ટ્રના પીઠાઓમાં ૧.૩૭ લાખ મણની આવકો નોંધાઇ હતી. પ્રતિ મણનો ભાવ રૂ.૧૧૭૦ થી ૨૨૦૦ સુધીનો બોલાયો હતો. 

commodity market news of declining cotton purchases of ginners in gujarat kapas na bhav today decrease

મહારાષ્ટ્રમાંથી કપાસની માત્ર ૫૦-૭૫ ગાડી, મેઇનલાઇઈનમાંથી ૫૦-૬૦ સાધનો અને લોકલની ૩૦-૪૦ ગાડીઓની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૭૦૦ થી ૨૦૦૫, મેઇનલાઈઇનના રૂ.૧૮૦૦-૧૯૫૦ અને લોકલના રૂ.૧૯૦૦-૨૦૨રપ ના ભાવ બોલાયા હતા.

મહારાષ્ટ્રમાં ત્યાં બેઠા ખેડૂતોને કપાસના મણે રૂ.૨૦૦૦ મળી રહ્યા હોઇ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના કપાસની આવક સૌરાષ્ટ્રમાં નામપૂરતી જ આવી રહી છે અને કડીમાં પણ મહારાષ્ટ્રના કપાસની આવક ઘટી છે. 

સૌરાષ્ટ્રના જીનરો હવે કપાસિયા-રૂ ખપતું ન હોઇ અને નાણાભીડથી થાક્યા હોઇ હાલ કપાસ ખરીદવાનો કોઇને મૂડ નથી. શુક્રવારે જીનપહોંચ એકદમ સુપર બેસ્ટ કપાસના રૂ.૨૦૨૫ થી ૨૦૩૦ ભાવ બોલાતા હતા પણ વેપાર ગણ્યાગાંઠયા જ હતા. 

કડીમાં પણ વેપાર એકદમ ઓછા હતા, મહારાષ્ટ્રની ૮૦ ગાડી, કાઠિયાવાડની ૫૦ ગાડી અને મેઇન લાઈનના ૧૫૦ સાધનો મળીને કુલ આવક ૨૫૦ થી ૨૭૫ સાધનોની હતી.

કપાસમાં સારા કપાસના ભાવ ઊંચા થઇ ગયા હોવાથી હાલ જીનર્સોમાં ખરીદીનો કોઇ ઉત્સાહ નથી. અગ્રણી બ્રોકરો કહે છે કે, કપાસની આવકો અંતર્ગત ગુણવત્તા સંલગ્ન જોરદાર વેરિયેશન જોવા મળી રહ્યું છે. હાલ ૧૦ ગાડીઓ પૈકી માંડ ૪ ગાડી જ સારો કપાસ આવી રહ્યો છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું