ગુજરાતમાં ચણાની નવી આવકોમાં વધારો થતા ચણાના ભાવમાં ઉછાળો

નવા પાક ચણામાં આવકો પુરજોશમાં વેગ પકડી રહી છે. રાજકોટમાં નવા ચણાની ૭૦૦ અને ગોંડલમાં ૧૩૦૦ કટ્ટાની આવકો હતી, સૌરાષ્ટ્રના અન્ય પીઠાઓમાં અનુક્રમે ૧૦૦૦ કટ્ટાની આવકો નોંધાઇ હતી. ચણામાં હાલ જુના સ્ટોકની પાઇપ લાઇન ખાલી થઇ રહી છે ત્યારે નવા ચણામાં ડિમાન્ડ જોવા મળી રહી છે.

live commodity market news of new chickpea income increases in Gujarat chana price today Rising

અગ્રણી ટ્રેડર્સો કહે છે કે, નવા ચણામાં ઘરાકી જોવા મળી રહી છે, ત્યારે બજાર આ મથાળે અથડાયા કરશે. નવા ચણાના રૂ.૯૧૦-૯૩૫ અને જુના ચણાના રૂ.૮૯૫-૯૨૦ના ભાવ બોલાયા હતા.

ગુજરાત-૩ વેરહાઉસમાં રૂ.૪૬૫૦ અને કોલ્ડ સ્ટોરેજમાં રૂ.૪૭૦૦-૪૭૨૫ અને કાંટાવાળા ચણામાં કોલ્ડસ્ટોરેજમાં રૂ.૪૭૦૦-૪૭૫૦માં કામકાજ થયા હતા.

ખેડૂતો એવી ફરિયાદ કરી રહ્યા છે કે, આ વખતે કમોસમી વરસાદને કારણે ચણાના પાકમાં આડ અસર જોવા મળી છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઉતારા ઘટી ગયા છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું