ગુજરાતમાં નવા ઘઉંમાં વેચવાલી એકદમ ઓછી હોવાથી ઘઉંના ભાવમાં ઉછાળો

ચાલી રહેલા રશિયા અને યૂક્રેન યુદ્ધને પગલે ભારતીય ઘઉંની બજારમાં નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે અને રોજ સવાર પડેને ક્વિન્ટલે રૂ.૨૦થી ૨પ વધી રહ્યાં છે.

ઘઉંમાં મોટા નિકાસ વેપારો હોવાથી અને મલ્ટીનેશનલ કંપનીઓએ મોટા પાયે માલ ફોરવર્ડ વેચાણ કર્યો હોવાથી અત્યારે ઘઉંમાં લાવ-લાવ છે. ઘઉના વેપારીઓ કહે છેકે એક્તરફ લેવાલી છે અને બીજી તરફ ખેડૂતોની વેચવાલી ઓછી છે. નવી સિઝન શરૂ થઈ ગઈ હોવા છત્તા ખેડૂતો પૂરતી માત્રામાં માલ લઈને આવતા નથી. 

commodity bajar samachar of  new wheat sales are very low in gujarat ghau price today soar

હોળી નજીક હોવાથી ભાગ્યામાં વાવેતર કરેલા ખેડૂતો સામાન્ય રીતે આ સમયે ઘઉ લઈને આવતા હોય છે, પંરતુ આ વર્ષે ખેડૂતો પણ તેજીની જાળ જોઈ ગયાં હોવાથી અત્યારે વેચાણ કરવાનાં મૂડમાં નથી અને મજૂરોને જરૂરિયાત પૂરતા રોકડા પૈસા આપીને વતન રવના કરી રહ્યાં છે.

હાલ ઘઉંમાં ચાલી રહેલા યુધ્ધને પગલે નોન સ્ટોપ તેજીઃ ગુજરાતમાં ખેડૂતોની પણ નવા ઘઉમાં વેચવાલી એકદમ ઓછી હોવાથી પીઠાઓ મણે રૂ.૨૦ વધ્યાં...

વેરાવળમાં નવા ઘઉની સાતથી આઠ હજાર બોરીની આવક સામે ભાવ રૂ.૪૧૦ થી ૪૩પનાં ભાવ હતાં.

કોડીનારમાં પાંચ હજાર બોરીની આવક હતી અને ભાવ રૂ.૪૦૦ થી ૪૨૮નાં ભાવ હતાં.

રાજકોટ યાર્ડમાં ૩૦૦૦ ગુણી નવી અને ૩૦૦ ગુણી જૂના ઘઉંની આવક થઈ હતી અને ભાવ નવા ઘઉનાં મિલબરમાં રૂ.૪૩૦થી ૪૩૫, સારી ક્વોલિટીમાં રૂ.૪૩૫ થી ૪૫૯ અને સુપરમાં રૂ.૪૯૨ સુધીનાં ભાવ હતાં. જૂના ઘઉનાં પણ રૂ.૪૩૦ થી ૪૫૦નાં ભાવ હતાં.

ગોંડલમાં ઘઉની ૮૦૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ મિલબરનાં રૂ.૪૦૦ થી ૪૩૫, એવરેજ ટૂડડામાં રૂ.૪૪૦ થી ૪૫૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૫૦થી ૫૦૦નાં ભાવ હતાં. લોકવનનાં ભાવ રૂ.૪૩૦ થી ૪૬૦નાં હતાં.

હિંમતનગરમાં નવા ઘઉંની રરપ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૪૦૫થી ૪૮૯નાં હતાં. જૂના ઘઉંની ૩૫૦ બોરીની આવક સામે ભાવ મિલબરમાં રૂ.૪૧૦ થી ૪૨૧, મિડીયમમાં રૂ.૪૩૫ થી ૪૫૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૫૫ થી ૪૭૦નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું