એરંડાના ખેડૂતો જો હાર્યા તો દર વર્ષે હારવું પડશે, એરંડાના ભાવ ખેડૂતોના હાથમાં

એરંડા સસ્તા ભાવે વર્ષો સુધી ખેડૂતોના લૂંટીને કરોડો અને અબજો રૂપિયાની કમાણી કરનારી ટોળકી જેવો એપ્રિલ શરૂ થશે કે તુરંત જ ખેડૂતોને લૂંટવા મેદાનમાં આવી જશે. ગમે તેમ કરીને ખેડૂતોના એરંડા સસ્તામાં પડાવીને અબજો રૂપિયાનો કમાણી કરીને ખેડૂતો લૂંટાતા રહે તે જ આ ટોળકીનું કામ વર્ષોથી છે. 

જેવો એપ્રિલ થશે એટલે દરરોજ ખોટી રીતે ભાવ તોડીને ખેડૂતોને ગભરાવવાનું કામ શરૂ કરી દેશે. આ ટોળકી વેપારીઓ દ્વારા એવો પ્રચાર કરશે કે ખેડૂતો જો એરંડા નહીં વેચે તો આગળ જતાં ખેડૂતોને પાણીના ભાવે એરંડા વેચવા પડશે. ખેડૂતો વેપારીની વાતમાં આવીને સસ્તા ભાવે એરંડા વેચી નાખે એટલે ટોળકીનો ઇરાદો પૂરા થઇ જાય છે.

commodity bazar samachar of castor seeds price are in the hands of Gujarat farmer lose this year, they will lose every year

ખેડૂતો એ વાત ધ્યાનમાં રાખે કે હાલ એરંડાના ભાવ મણના રૂ.૧૪૪૦ થી ૧૪૫૦ આસપાસ ચાલી રહ્યા છે. જ્યારે પણ એરંડાનો ભાવ મણનો રૂ.૨૦ થી રપ તૂટી જાય એટલે માત્ર બે કે ત્રણ દિવસ એરંડા વેચવાનું બંધ કરી દો.

બે-ત્રણ દિવસ એરંડાના ભાવ ઘટે ત્યારે વેચવાના નહીં અને બીજા ખેડૂતોને વેચવા દેવાના નહીં, આટલું ખેડૂતો કરશે તો ત્રણ મહિનામાં એરંડાના ભાવ મણના ૨૦૦૦ રૂપિયા ખેડૂતોને મળશે...

દરેક ગામના ખેડૂતોના આગેવાનો એમના ગામના ખેડૂતોને બે થી ત્રણ દિવસ એરંડા વેચતાં અટકાવી દે એટલે ખેડૂતોને વર્ષોથી લૂંટનારી ટોળકી ધૂળ ચાટતી થઈ જશે. બે થી ત્રણ દિવસ જો ખેડૂતો એરેડા નહીં વેચે એટલે ભાવ ઘટતાં અટકી જશે અને ફરી ભાવ વધે ત્યારે ખેડૂતો એરંડા વેચે પણ ભાવ ઘટે ત્યારે ગભરાઇને જેટલા એરંડા ઉગાડયા હોઇ તેટલાં એરંડા વેચવા જો દોડી જશો તો આ ટોળકી ખેડૂતોને હરાવી દેશે. ખેડૂતો આ વર્ષે લૂંટારૂ ટોળકીની સામે જો હારી ગયા તો હવે પછીના દર વર્ષે ખેડૂતોને આ ટોળકી સામે હારવાનું આવશે.

ખેડૂતોને જીતવાનો આ વર્ષે કુદરતે મોકો આપ્યો છે. જૂના સ્ટોક તળિયાઝાટક થઈ ચૂક્યો છે. વિદેશમાં આપણા એરંડિયા તેલની માગ બહુ જ મોટી છે આથી ખેડૂતોને આ વર્ષે કમાવાની તક છે. કપાસના ખેડૂતોને મણના ૨૦૦૦ થી ૨૨૦૦ રૂપિયા મળ્યા છે. જીરૂના ખેડૂતોને મણના ૩૮૦૦ થી ૪૨૦૦ રૂપિયા મળ્યા છે.

રાયડાના ખેડૂતોને મણના ઊંચામાં ૧૪૦૦ થી ૧૫૦૦ રૂપિયા મળ્યા છે ધાણાના ખેડૂતોને પણ મણના ૨૦૦૦ થી ૨૨૦૦ રૂપિયા મળ્યા છે. તો પછી એરંડાના ખેડૂતોને મણના ૨૦૦૦ રૂપિયા શું કામ મળે ? પણ જો ખેડૂતોને એરંડાના મણના ૨૦૦૦ રૂપિયા મેળવવા હશે તો એપ્રિલ અને મે મહિનામાં એરંડા ઉપર પકકડ જમાવવી પડશે.

ખેડૂતોને કંઇ જ કરવાનું નથી, માત્ર ભાવ ઘટે ત્યારે બે થી ત્રણ દિવસ વેચવાનું બંધ કરી દેવાનું અને બીજા ખેડૂતોને સમજાવીને એરંડા વેચતાં અટકાવવાના. જો આટલુ ખેડૂત કરશે તો ત્રણ મહિનામાં ખેડૂતોને એરંડાના મણના ૨૦૦૦ રૂપિયાથી ઊંચા ભાવ મળવાના છે તે નક્કી છે.

જો ખેડૂતો હારી જશે તો એરંડાના ભાવને તૂટતાં કોઈ બચાવી શકશે નહીં. એરંડાની આવક એકપણ દિવસ એક લાખ ગુણીની વધવી જોઈએ નહીં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું