ગુજરાત મગફળીમાં ઓછી લેવાલી વચ્ચે મગફળીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો

સીંગતેલનાં ભાવ અને મગફળીની બજારમાં પાંખી લેવાલી નરમ હોવાથી મગફળીની બજારમાં મણે રૂ.પનો ઘટાડો થયો હતો. ગોંડલમાં મગફળીની આવકો ખોલતા ૨૭ હજાર ગુણી જેવી આવક થઈ હતી અને રાજકોટમાં પેર્ન્ડિંગ માલોમાંથી પણ વેપારો બહુ ઓછા થયા હતાં.

મગફળીનાં વેપારીઓએ જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં સરેરાશ વેચવાલી ખાસ વધે તેવું લાગતું હતું અને સરેરાશ બજારો ટૂંકાગાળા માટે નરમ રહે તેવી ધારણાં છે. સીંગતેલમાં ચેકિંગની જેમ દાણામાં પણ ચેકિંગ હાથ ધરાય શકે છે, જેને પગલે અત્યારે ખરીદી દરેક વર્ગની ઓછી છે.

commodity bajar samachar of groundnut market trade low in Gujarat magfali na bhav today decline

ગોંડલમાં ૨૭ થી ૨૮ હજાર ગુણીની આવક હતી અને પેર્ન્ડિંગ માલો મળીને ૨૭ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૨૦૦ થી ૧૩૦૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૦૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૩૦૦ અને ૨૪ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૦ હજાર ગુણી પેન્ડિંગ હતી, જેમાંથી સાત હજાર ગુણીનાં વેપાર થયાં હતાં. ભાવ ૨૪ નંબર, રોહીણી અને ૩૭માં રૂ.૧૧૩૦ થી ૧૨૪૦નાં હતાં. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૧૯૦, જી-૨૦માં રૂ.૧૧૯૦ થી ૧૩૪૦, બીટી ૩૨ અને કાદરીમાં રૂ.૧૧૫૦ થી ૧૨૭૦નાં ભાવ હતાં.

ડીસામાં ૧૯૩ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૧૨૫ થી ૧૧૬૩નાં હતાં. હિંમતનગરમાં ૫૦ બોરીની આવક સામે ભાવ રૂ.૧ર૨૭૬નાં પડ્યાં હતાં.

ગુજરાતમાં સીંગદાણા ના બજાર ભાવ:

સીંગદાણામાં ભાવ સ્ટેબલ હતાં. કોમર્સિયલનાં ભાવ રૂ.૬૫,૫૦૦ની સપાટી પર જળવાઈ રહ્યાં હતાં. આગામી રામનવમી-હનુમાન જયંતિ સહિતનાં તહેવારોની માંગ કેવી રહે છે તેના સીંગદાણાની બજારનો આધાર રહેલો છે. 

હાલ ઉત્પાદન ઓછું છે, જેને પગલે ભાવ ઘટતા નથી. જો માંગ આવશે તો ઉત્પાદન પણ વધી જાય તેવી ધારણાં વેપારીઓ વ્યકત કરી રહ્યાં છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું